Google New Feature AI Mode in Search: ગૂગલ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. ગૂગલ સર્ચમાં હવે AI મોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરમાં જેમિની 2.0 મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગૂગલ દ્વારા ટ્રેઇન કરવામાં આવ્યો છે. ઇન્ટરનેટ પર ગૂગલ બ્રાઉસરમાં માહિતીને વધુ ઓર્ગેનાઇઝ કરવા માટે AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રિઝલ્ટને વાતચીતની જેમ દેખાડવામાં આવશે, જેથી યૂઝર ફરી એ વિશે સવાલ કરી શકે.