Google Maps AQI Feature: બદલાતા હવામાન સાથે હવે ગુલાબી ઠંડી પાડવા લાગી છે એવામાં હવે સવારે ધુમ્મસ પણ જોવા મળે છે. જો કે આ ધુમ્મસ પ્રદૂષણથી ભરેલી હોય છે. જેના કારણે હવાની ગુણવત્તા વધુને વધુ ખરાબ થઈ રહી છે. બગડતી હવાની ગુણવત્તાને જોઈને ગૂગલે તેના યુઝર્સ માટે એક ખાસ ફીચર બહાર પાડ્યું છે. આ ફીચરની મદદથી, તમે ઘરે બેસીને તમારા ફોન પર ગમે ત્યાંથી રિયલ ટાઇમ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ડેટા મેળવી શકો છો. આ ફીચરની મદદથી તમે કોઈપણ જગ્યાએથી કોઈ ચોક્કસ જગ્યાએ હવાની ગુણવત્તા વિશે માહિતી મેળવી શકો છો.
એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘર બેઠાં જાણી શકાશે
તમે હવે ગૂગલ મેપ્સ દ્વારા રિયલ ટાઇમ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) માહિતી મેળવી શકો છો. આ સુવિધા ભારત સહીત 100 દેશોમાં ઉપલબ્ધ છે. આ ફીચર ખાસ કરીને પ્રવાસી લોકો માટે ઉપયોગી થશે. જો તમે કોઈ નવી જગ્યાએ જઈ રહ્યા છો, તો તમે આ ફીચરમી મદદથી ત્યાંની હવાની ગુણવત્તા વિશે અગાઉથી જાણી શકો છો.
દર કલાકે ડેટા ટ્રેક કરી શકાય છે
AQI ફીચર દ્વારા કોઈપણ સ્થાનનો ડેટા પ્રતિ કલાકના આધારે ટ્રેક કરી શકાય છે. ગૂગલ મેપ્સમાં દેખાતા AQI રીડિંગ્સને સમજવા માટે ખૂબ જ સરળ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને યુઝર 0 થી 500 ની વચ્ચેના રેટિંગ સાથે હવાની ગુણવત્તાનું સ્તર ચકાસી શકશે.
ગૂગલ મેપ્સમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ કેવી રીતે ચેક કરવો
– આ ફીચરને એક્સેસ કરવા માટે યુઝર્સને પહેલા ગૂગલ મેપ્સ પર જવું પડશે
– આ પછી તમારે લેયર્સ આઇકોન પર ક્લિક કરવાનું રહેશે
– ત્યારબાદ એર ક્વોલિટી વિકલ્પ પસંદ કરો
– આ પછી યુઝર્સ કોઈપણ વિસ્તારની એર ક્વોલિટી ઈન્ડેક્સ ચેક કરી શકશે
હવા ગુણવત્તા કેવી છે તે આ રીતે ખબર પડશે
0 થી 500ની વચ્ચે વિવિધ રંગો ચોક્કસ વિસ્તારના પ્રદૂષકોના આધારે અલગ-અલગ AQI લેવલ દર્શાવવામાં આવ્યું છે.
0-50: સારું (લીલા કલરમાં દર્શાવે છે)
51-100: સંતોષકારક (હળવા લીલા કલરમાં દર્શાવે છે)
101-200: મધ્યમ (પીળા કલરમાં દર્શાવે છે)
201-300: ખરાબ (ઓરેન્જ કલરમાં દર્શાવે છે)
301-400: ખૂબ જ નબળી (લાલ કલરમાં દર્શાવે છે)
401-500: ગંભીર (ઘેરા લાલ કલરમાં દર્શાવે છે)
આ પણ વાંચો: એપલના iCloud પર મોનોપોલીનો આરોપ, 320 અબજ રૂપિયાનો કેસ દાખલ
ગૂગલ મેપ્સએ પણ ચેતવણી આપશે કે AQI કેવી રીતે સંવેદનશીલ અને સામાન્ય વસ્તીને અસર કરી શકે છે. જ્યારે AQI ગંભીર હોય છે, ત્યારે તે સામાન્ય લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપે છે. જો AQI…
0-100 (સારી/સંતોષકારક): તમામ પ્રવૃત્તિઓ માટે સલામતની સલાહ આપશે
101-200 (મધ્યમ): લાંબા સમય સુધી બહાર ન નીકળવું
201-500 (ખરાબ/ખૂબ ખરાબ/ગંભીર): બહાર જવાનું ટાળો અને ઘરની અંદર માસ્ક અથવા એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો.