35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસGold-Silver Price Today: દિવાળી પહેલા સોના-ચાંદીમાં ભાવમાં ચમકારો, જાણો આજની નવી કિંમત

Gold-Silver Price Today: દિવાળી પહેલા સોના-ચાંદીમાં ભાવમાં ચમકારો, જાણો આજની નવી કિંમત


છેલ્લા ઘણા દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર યથાવત્ છે. પરંતુ આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે. ચાંદીના ભાવમાં આવેલી તેજી સીધી એક લાખ રૂપિયા સુધી પહોંચવાની તૈયારી છે. આજે દેશમાં ચાંદીના ભાવ 1600 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જેથી હવે ચાંદી પ્રતિ એક કિલોગ્રામ 93,700 રૂપિયા થયા છે. જ્યારે સોનામાં 700 રૂપિયાનો વધારો થતા હવે સોનાના ભાવ 78,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે એક તોલો થયો છે. ઝવેરાતી સોનામાં 600 રૂપિયા ઉછળીને 72,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. હાજર બજારમાં ખરીદીની ઝડપ ધીમી પડી છે.

દિવાળી પર વેપારીઓને રેકોર્ડ વેચાણની આશા

દિવાળી સિઝનમાં વેપારીઓને રેકોર્ડ સોના અને ચાંદીના દાગીના વેચાણની આશા છે. ઉલ્લેખનીય છે કે, બુલિયન માર્કેટમાં ધનતેરસ અને દિવાલી પર સોના અને ચાંદીની માંગ વધી જતી હોય છે. ડિમાન્ડ વધતા જવેલર્સ ગ્રાહકોને ઑફર્સ પણ આપતા રહે છે. આ વખતે દિવાળી પર આશરે 500થી 1000 કરોડ રૂપિયાનો કારોબાર થવાનું અનુમાન છે. જેથી વેપારીઓ દ્વારા માંગથી વધુ સોના અને ચાંદીની આઈટમ બનાવવામાં આવી રહી છે.

દિવાળી સુધી સોના અને ચાંદીના ભાવમાં આવશે તેજી

મળતી માહિતી અનુસાર, તહેવારોની સિઝનનો પ્રારંભ થઈ ચુક્યો છે. આના લીધે માર્કેટમાં સોના અને ચાંદીની માંગ સતત વધી રહી છે. ગત કેટલાક દિવસોમાં ઓછા થયેલા ભાવ આજે ફરી વધી ગયા છે. લોકોએ લગ્ન અને તહેવારોને લઈ ખરીદી શરૂ કરવાની શરૂ કરી દીધી છે. દિવાળીની શરૂઆત સુધી સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે. આગામી દિવસોમાં સોના અને ચાંદી નવી ઉંચાઈે પહોંચી શકે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય