સોના-ચાંદીના વાયદા કારોબારના પ્રારંભમાં તેજી જોવા મળી રહી છે. બંનેના વાયદા ભાવ આજે તેજીની સાથે ખુલ્યા છે. સોનાનો વાયદા ભાવ 75,200 રૂપિયાની નજીક, જ્યારે ચાંદીના વાયદા ભાવ 89,100 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ તેજીની સાથે ખુલ્યા છે.
સોનાના વાયદા ભાવમાં વધારો
સોનાના વાયદા ભાવની શરૂઆત આજે તેજીની સાથે થઈ હતી. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર સોનાનો બેંચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે 10 રૂપિયાની તેજીની સાથે 75,171 રૂપિયાના ભાવ પર ખુલ્યો હતો. છેલ્લા આ કોન્ટ્રાક્ટ 16 રૂપિયાની તેજીની સાથે 75,177 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યો હતો. આ સમયે આને 75,190 રૂપિયાના ભાવ પર દિવસના ઉચ્ચ અને 75,153 રૂપિયાના ભાવે દિવસના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. સોનાના વાયદા ભાવે આ વર્ષે 76,630 રૂપિયાના ભાવ પર સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.
ચાંદી મોંઘી થઈ ગઈ
ચાંદીના વાયદાની શરૂઆત આજે મજબૂત ઉછાળા સાથે થઈ હતી. એમસીએક્સ પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે રૂ. 361ના ઉછાળા સાથે રૂપિયા 89,100 પર ખુલ્યો હતો. છેલ્લે આ કોન્ટ્રાક્ટ રૂપિયા 356ના વધારા સાથે રૂપિયા 89,085 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ટોચે રૂપિયા 89,161 અને દિવસની નીચી સપાટી રૂપિયા 89,085 પર પહોંચ્યો હતો. આ વર્ષે ચાંદીના વાયદાના ભાવ રૂપિયા 96,493ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં તેજી
આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના વાયદા ભાવની શરૂઆત તેજીની સાથે થઈ હતી. કોમેક્સ પર સોનું 2,640.70 ડોલર પ્રતિ ઔંસના ભાવ પર ખુલ્યું, ગત ક્લોઝિંગ પ્રાઈઝ 2,635.40 ડોલર પ્રતિ ઔંસ હતું. છેલ્લા આ 1.20 ડોલરની તેજીની સાથે 2,636.60 ડોલર પ્રતિ ઔંસના ભાવ પર કારોબાર કરી રહ્યો હતો. કોમેક્સ પર ચાંદીના વાયદા ભાવ 30.86 ડોલરના ભાવ પર ખુલ્યા, ગત ક્લોઝિંગ પ્રાઈઝ 30.60 ડોલર હતો. છેલ્લે આ 0.14 ડોલરની તેજીની સાથે 30.74 ડોલર પ્રતિ ઓંસના ભાવે કારોબાર કરી રહ્યો હતો.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.
સોનું ખરીદતા પહેલા આ જાણી લો
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક આપવામાં આવે છે.
24 કેરેટ ગોલ્ડ 99.9 ટકા શુદ્ધ હોય છે, અને 22 કેરેટ આશરે 91 ટકા શુદ્ધ હોય છે.
સામાન્ય રીતે સોનું 20 અને 22 કેરેટમાં વેચાતું હોય છે. જ્યારે કેટલાક લોકો દાગીના માટે 18 કેરેટનો ઉપયોગ કરતા હોય છે.
24 કેરેટ સોનાના દાગીના ઉપર 999 અને 23 કેરેટ પર 958 જ્યારે 22 કેરેટ ઉપર 916, 21 કેરેટ ઉપર 875 અને 18 કેરેટ ઉપર 750 લખેલું હોય છે.
22 કેરેટ સોનામાં નવ ટકા અન્ય ધાતુઓ જેવી કે તાંબુ, ઝિંક મિક્સ કરી દાગીના ઘડવામાં આવે છે.
24 કેરેટમાં કોઈ ભેળસેળ હોતી નથી, જેથી આના સોનાના સિક્કા મળે છે, પરંતુ 24 કેરેટ સોનાના દાગીના નથી બનાવાતા. આ માટે દુકાનદાર 18, 20 અને 22 કેરેટ સોનું વેચે છે.