આ અઠવાડિયું સોનાના વાયદા ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. બે દિવસથી ભાવ નવા રેકોર્ડને સ્પર્શી રહ્યા છે. આજે પણ ભાવ 76 હજાર રૂપિયાની સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. ચાંદીના વાયદા ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનાના વાયદા ભાવ 75,300 રૂપિયાની નજીક છે, જ્યારે ચાંદીના વાચદા ભાવ 92,200 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના વાયદા ભાવનો પ્રારંભ તેજીની સાથે થયો છે.
સોનું મોંઘું થયું
સોનાના વાયદા ભાવની શરૂઆત તેજીની સાથે થઈ છે. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર સોનાનો બેંચમાર્ક ઑક્ટોબર કોન્ટ્રાક્ટ આજે 98 રૂપિયાની તેજીની સાથે 75,103 રૂપિયાના ભાવ પર ખુલ્યો છે. આ કોન્ટ્રાક્ટ 247 રૂપિયાની તેજીની સાથે 75,250 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યો હતો. આ સમયે આને 76 હજાર રૂપિયાના ભાવ પર દિવસના ઉચ્ચ અને 75,051 રૂપિયા ભાવે દિવસની નીચલી સપાટી સ્પર્શી હતી. સોનાનો વાયદા ભાવ આજે 76 હજાર રૂપિયાના ભાવ પર સર્વોચ્ચ સ્તરે સ્પર્શયો હતો.
ચાંદીના ભાવમાં ઘટાડો
ચાંદીના વાયદા ભાવનો પ્રારંભ આજે સુસ્ત રહ્યો હતો. એમસીએક્સ પર ચાંદાનો બેંચ માર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે 93 રૂપિયાના ઘટાડા સાથે 92,300 રૂપિયા પર ખુલ્યો હતો. આ કોન્ટ્રાક્ટ 199 રૂપિયાના ઘટાડા સાથે 92,194 રૂપિયાના ભાવે કારોબાર કરી રહ્યો હતો. આ સમયે આને 92,309 રૂપિયાની કિંમતે દિવસના ઉચ્ચ અને 92,100 રૂપિયાના ભાવ પર દિવસના નીચલા સ્તરને સ્પર્શ કર્યો હતો. આ વર્ષે ચાંદીનો વાયદા ભાવ 96,493 રૂપિયાના ભાવના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું તેજ અને ચાંદી નરમ જોવા મળી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી
આજે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ વધારા સાથે શરૂ થયા છે. પરંતુ બાદમાં ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. સોનું અગાઉના બંધ ભાવે જ ખુલ્યું હતું. કોમેક્સ પર સોનું 2,682.80 ડોલર પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉનો બંધ ભાવ 2,677 ડોલર પ્રતિ ઔંસ હતો. 10.70 ડોલરના વધારા સાથે 2,687.70 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમેક્સ પર ચાંદીનો વાયદો 32.44 ડોલર પર ખૂલ્યો, જે અગાઉનો બંધ ભાવ 32.43 ડોલર હતો. જો કે, ત્યારે તે 0.14 ડોલરના ઘટાડા સાથે 32.29 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
મિસ્ડ કોલથી જાણો ભાવ
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.
22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?
24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે.