28 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
28 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeબિઝનેસGold-Silver Price Today: દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવ આસમાને, જાણો આજનો નવો ભાવ

Gold-Silver Price Today: દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવ આસમાને, જાણો આજનો નવો ભાવ


આજે શુક્રવાર 18 ઑક્ટોબરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનું આજે 477 રૂપિયા વધીને 77641 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે એક તોલા પર ખુલ્યો છે. અને ચાંદી 1005 રૂપિયા વધીને 92780 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે.

દશેરા પછી સોનાના ભાવ સતત વધી રહ્યા છે. જ્યારે ચાંદીની કિંમતોમાં ફરી એકવાર ઉછાળો આવ્યા બાદ સ્થિરતા જોવા મળી છે. જેથી સોનાની માંગ વધી રહી છે. જેના લીધે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજું ચાંદીની કિંમતમાં થોડા વધારો થયા પછી હવે કોઈ ફેરફાર નથી. 


એમસીએક્સ પર સોના-ચાંદીની તાજું અપડેટ

આજે પાંચ ડિસેમ્બરના વાયદા ડિલિવરી વાળું સોનું 77294 પ્રતિ 10 ગદ્રામ પર ઓપન થયું અને સવારે 10.20 વાગ્યા સુધી 82981 સોનાના ઓર્ડર બુક થઈ ચુકયા છે. ઉપરાંત પાંચમી ફેબ્રુઆરી વાયદા ડિલીવરી વાળું સોનું 78050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલીને છેલ્લે 1972 રૂપિયાના લોટ્સના સોનાનો ટ્રેડ થઈ ચુક્યો હતો, જેની કિંમત 2654 લાખ હતી.

મલ્ટી કોમોડિટી માર્કેટમાં 5 ડિસેમ્બરે ચાંદી 91995 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી અને 92780 રૂપિયા પ્રતિ કિલોગ્રામની ટોચે પહોંચી હતી. જ્યારે 5 માર્ચે ચાંદી 94494 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલીને 95179 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે. 5 મેના ભાવિ ડિલિવરી માટે ચાંદી પ્રતિ કિલો 96635 પર ખુલી હતી.

સોનું આ દરે બંધ થયું

અગાઉ, 17 ઑક્ટોબરના રોજ એમસીએક્સ ઉપર છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, 5 ડિસેમ્બરે ડિલિવરી માટે સોનું પ્રતિ 10 ગ્રામ રૂપિયા 77107 પર બંધ થયું હતું, જ્યારે 5 ફેબ્રુઆરીએ ભાવિ ડિલિવરી માટે સોનું રૂપિયા 77607 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

17 ઑક્ટોબરે, 5 ડિસેમ્બરે ભાવિ ડિલિવરી માટે ચાંદી એમસીએક્સ પર રૂપિયા 91744 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ સિવાય 5 માર્ચ, 2025ની ભાવિ ચાંદી 94128 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ થઈ હતી. 


 દિલ્હી અને બીજા શહેરોમાં 24 કેરેટ સોનાનો છૂટક ભાવ

ક્રમ શહેર 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ
1 દિલ્હી 71,760 રૂપિયા 78,270 રૂપિયા
2 મુંબઈ 71,610 રૂપિયા 78,120  રૂપિયા
3 કોલકાતા  71,610 રૂપિયા 78,120 રૂપિયા
4 ચેન્નઈ  71,610 રૂપિયા  78,120 રૂપિયા
5 અમદાવાદ  71,610 રૂપિયા  78,120 રૂપિયા

ચાંદીના ભાવમાં સ્થિરતા

આજે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ચાંદીના ભાવ હજુ પણ રૂપિયા 92 હજાર પ્રતિ કિલો પર સ્થિર છે, જે ગુરુવારે નોંધાયેલો ભાવ હતો. જૂના ચાંદીના દાગીનાના વિનિમય દર પણ સ્થિર રહ્યો છે, જે આજે રૂપિયા 85 હજાર પ્રતિ કિલો છે.


22 અને 24 કેરેટ સોનામાં શું અંતર છે?

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા બીજા ધાતુઓ જેવી કે, તાંબુ-ચાંદી, ઝિંક મિક્સ કરી દાગીના તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદર હોય છે. પરંતુ તેના દાગીના નથી બનાવી શકાતા. જેથી મોટાભાગના વેપારીઓ 22 કેરેટ સોનું વેચતા હોય છે

મિસ્ડ કોલથી જાણો ભાવ

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક રેટ જાણવા માટે મોબાઈલ નંબર-8955664433 ઉપર મિસ્ડ કોલ આપી શકો છે. થોડીવારમાં SMSથી નવા ભાવ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટસની જાણકારી માટે www.ibja.co અથવા તો ibjarates.com જોઈ શકો છો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય