20.2 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
20.2 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeબિઝનેસચીનમાં નવા સ્ટીમ્યુલસના પગલે સોનું, ચાંદી, કોપર, ક્રૂડ તથા પ્લેટીનમ ઉછળ્યા

ચીનમાં નવા સ્ટીમ્યુલસના પગલે સોનું, ચાંદી, કોપર, ક્રૂડ તથા પ્લેટીનમ ઉછળ્યા


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ઉંચામાં ઔંશના ૨૬૪૦થી ૨૬૪૧ ડોલર સુધી પહોંચી જતાં વલે રેકોર્ડ થયાના સમાચાર હતા.  ચીનની સરકારે કથળેલા અર્થતંત્રને પીઠબળ આપવા નવા-નવા સ્ટીમ્યુલસ પેકેજની જાહેર કરતાં વૈશ્વિક વિવિધ કોમોડિટીઝના ભાવ પર તેજીની અસર આજે જોવા મળી હતી. 

 વિશ્વ બજારમાં સોના ઉપરાંત ચાંદી, કોપર, ક્રૂડતેલ તથા પ્લેટીનમના ભાવ પણ ઉંચા જતા જોવા મળ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણાના બજારોમાં પણ ભાવ ઉંચકાયા હતા. જો કે નવી માગ ધીમી હતી.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૭૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૭૩૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૮૮ હજારના મથાળે જળવાઈ રહ્યા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૨૪થી ૨૬૨૫ વાળા ઉંચામાં ૨૬૪૦થી ૨૬૪૧ થઈ૨૬૨૯થી ૨૬૩૦ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૦.૭૮થી ૩૦.૭૯ વાળા વધી ૩૧.૧૮ થઈ ૩૦.૮૬ થી ૩૦.૮૭ ડોલર રહ્યા હતા.  પ્લેટીમના ભાવ ઔંશના ૯૬૩ વાળા વધી ૯૭૯ થઈ ૯૭૬થી ૯૭૭ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૭૪ ટકા ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ અઢી ટકા ઉંચકાયા હતા. 

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૭૫.૮૭ થઈ ૭૫.૩૪ ડોલર તથા યુએસ ક્રૂડનાભાવ ઉંચામાં ૭૨.૩૬ થઈ ૭૨.૦૦ ડોલર રહ્યા હતા. જો કે પેલેડીયમના ભાવ ઔંશના નીચામાં ૧૦૩૫ તથા ઉંચામાં ૧૦૬૯ થઈ ૧૦૫૩થી ૧૦૫૪ ડોલર આસપાસ જળવાઈ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૪૧૬૯ વાળા રૂ.૭૪૪૬૫  રહ્યા હતા.  જ્યારે ૯૯.૯૦ના ભાવ ૭૪૪૬૭ વાળા રૂ.૭૪૭૬૪ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૭૭૫૬ વાળા રૂ.૮૮૪૦૨ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. ચીનના સ્ટીમ્યુલસ ઉપરાંત મધ્ય-પૂર્વના દેશમાં તંગદીલી તથા વાવાઝોડાની આગાહીની અસર ક્રૂડતેલના ભાવ પર તેજીની જોવા મળી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય