હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે. તુલસી વિવાહ બાદ લગ્ન સિઝનની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે માંગલિક પ્રસંગોમાં હવે સોનું ખરીદવુ સામાન્ય માણસ માટે દિવસ જાય તેમ એક સપના જેવુ લાગી રહ્યુ છે. કારણ કે સોનાના ભાવમાં દિવસ જાય તેમ તેજી જોવા મળી રહી છે. 21 નવેમ્બરે પણ સોનાના ભાવ વધ્યા હતા ત્યારે આજે પણ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, પટના, જયપુર, લખનૌ જેવા દેશના મોટા ભાગના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 78,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ 71,500 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
તો શું 80 હજારને પાર પહોંચશે સોનું ?
છેલ્લા 10 દિવસમાં સોનાની કિંમતમાં 3600 રૂપિયાનો ઘટાડો થયો હતો પરંતુ હવે ફરી એકવાર સોનાની કિંમતમાં વધારો થવા લાગ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં સ્થાનિક માંગમાં વધારો અને આંતરરાષ્ટ્રીય કારણોસર સોનાનો ભાવ રૂ.80,000ની સપાટીને પાર કરશે. નિષ્ણાતોની વાત માનીએ તો વર્ષ 2025માં સોનાની કિંમત 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.
22મી નવેમ્બરે ચાંદીનો ભાવ
દેશમાં એક કિલો ચાંદીની કિંમત રૂ.92,100 પર ટ્રેડ થઈ રહી છે. જોકે દિવાળીની આસપાસ ચાંદીનો ભાવ રૂ. 1,00,000ની સપાટી વટાવી ગયો હતો. હવે જોવાનું એ રહે છે કે ચાંદી ક્યારે મોટી છલાંગ લગાવે છે. ગઈકાલે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત 0.29% વધીને $31.53 પ્રતિ ઔંસ થઈ હતી.
શહેર | 22 કેરેટ સોનાનો ભાવ | 24 કેરેટ સોનાનો ભાવ |
દિલ્હી | 71,600 | 78,100 |
મુંબઈ | 71,450 | 77,950 |
અમદાવાદ | 71,500 | 78,000 |
લખનૌ | 71,600 | 78,100 |
કોલકાતા | 71,450 | 77,950 |
સોનું કેમ મોંઘુ થઈ રહ્યું છે?
રશિયા-યુક્રેન યુદ્ધમાં વધતા તણાવ અને પરમાણુ જોખમ અંગેની ચિંતાઓને કારણે સોનાની માંગમાં વધારો થયો છે, કારણ કે રોકાણકારો તેને સુરક્ષિત આશ્રયસ્થાન માને છે. નિષ્ણાતોના મતે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે સોનાના ભાવ અસ્થિર રહી શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે મિસાઈલ હુમલાના સમાચારની બજાર પર અસર થઈ છે. હવે બજાર અમેરિકાના આર્થિક ડેટાની રાહ જોઈ રહ્યું છે, જે સોના અને ચાંદીના ભાવિ વલણો નક્કી કરશે.