21 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 19, 2024
21 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 19, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGift Cityએ ડેટા પ્રોટેક્શનમાં બેન્ચમાર્ક સ્થાપ્યો, ISO 27001 સર્ટિફિકેશન મેળવ્યું

Gift Cityએ ડેટા પ્રોટેક્શનમાં બેન્ચમાર્ક સ્થાપ્યો, ISO 27001 સર્ટિફિકેશન મેળવ્યું


ભારતની પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)એ પ્રતિષ્ઠિત ISO 27001 સર્ટિફિકેશન મેળવ્યું છે, જે ડેટા પ્રોટેક્શન અને મજબૂત ઈન્ફોર્મેશન સિક્યોરિટી મેનેજમેન્ટ સિસ્ટમ્સ (આઈએસએમએસ) માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ઈન્ફોર્મેશન સિક્યોરિટીમાં વિશ્વસ્તરના ધોરણો જાળવવા જરૂરી

આ વૈશ્વિક સ્તરે માન્ય ધોરણો ઈન્ફોર્મેશન સિક્યોરિટીમાં વિશ્વસ્તરના ધોરણો જાળવવા સાથે મહત્વની માહિતીની ગોપનીયતા, અખંડિતતા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના ગિફ્ટ સિટીના પ્રયાસો દર્શાવે છે. ISO 27001 સર્ટિફિકેશનએ ઈન્ફોર્મેશન સિક્યોરિટી મેનેજ કરવામાં ઉત્કૃષ્ટતા દર્શાવતા સંસ્થાનો માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરીકે વિશ્વભરમાં માન્યતા ધરાવે છે. તે સ્વતંત્ર, આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા ધરાવતી સર્ટિફિકેશન સંસ્થા દ્વારા કડક મૂલ્યાંકન પછી આપવામાં આવે છે. ગિફ્ટ સિટી ખાતે સર્ટિફિકેશન પ્રોસેસમાં તેના રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કના વ્યાપક એસેસમેન્ટ, ઈન્સિડેન્ટ રિસ્પોન્સ મિકેનિઝમ અને કાયદાકીય તથા નિયમનકારી જરૂરિયાતોના અનુપાલનનો સમાવેશ થાય છે.

ગિફ્ટ સિટી ગોપનીયતા, અખંડિતતા અને મહત્વના ડેટાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે

ગિફ્ટ સિટીનું સર્ટિફિકેશન ડિજિટલ-ફર્સ્ટ વિશ્વમાં ઈન્ફોર્મેશન સિક્યોરિટીના ઉભરતા પડકારોને નાથવા માટે તેની તૈયારી દર્શાવે છે. વિશ્વભરમાં બેન્ચમાર્ક ધરાવતા સિક્યોરિટી પ્રોટોકોલ્સ અપનાવીને ગિફ્ટ સિટી ગોપનીયતા, અખંડિતતા અને મહત્વના ડેટાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે તથા તમામ સેક્ટર્સમાં વ્યવસાયો માટે સરળ અને સુરક્ષિત કામગીરી સક્ષમ કરે છે.

સ્માર્ટ સિટીમાં બેન્ચમાર્ક સ્થાપવામાં ગિફ્ટ સિટીની ભૂમિકા મહત્વની

આ સિદ્ધિ વિશ્વભરમાં અને ભારતમાં સ્માર્ટ સિટીમાં બેન્ચમાર્ક સ્થાપવામાં ગિફ્ટ સિટીની ભૂમિકા પણ દર્શાવે છે. સુરક્ષિત માહોલ, ક્રોસ-બોર્ડર ફાઈનાન્શિયલ સર્વિસીઝ અને અન્ય કામગીરી માટે વિશ્વાસપાત્ર સ્થળ શોધતી મલ્ટીનેશનલ કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને નાણાંકીય સંસ્થાનોને તેની અપીલ પણ વધારે છે. આ સિદ્ધિ એવા સમયે નોંધાઈ છે, જ્યારે ગિફ્ટ સિટી ભારતની નાણાંકીય અને ટેક્નોલોજીકલ ગ્રોથ સ્ટોરીના મોખરે રહીને તેની સ્થિતિ મજબૂત કરી રહી છે અને તેના વિશ્વભરના હિતધારકોને વિશ્વકક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એકીકૃત નિયમનકારી વાતાવરણ અને આધુનિક સિક્યોરિટી ફ્રેમવર્ક પૂરું પાડી રહી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય