– અમેરિકન ફેડરલ કોર્ટમાં અદાણી સામે લાંચ દેવાના અને જૂઠું બોલવાના આરોપો
– જૂન 2024 સુધી કાર્યરત આંધ્ર પ્રદેશના ઉચ્ચ સરકારી અધિકારીને લાંચ ચૂકવાઈ : કોર્ટના દસ્તાવેજ અનુસાર ગૌતમ અદાણીએ રૂબરૂ હાજર રહી લાંચનો પ્લાન સમજાવેલો
– અદાણી અને ભત્રીજા સાગર સામે અમેરિકી કોર્ટનું ધરપકડનું વોરંટ
ન્યૂ યોર્ક : અદાણી જૂથની શાખને ધૂળધાણી કરી નાખે તેવો ઘટસ્ફોટ થયો છે. ન્યૂ યોર્કની ઇસ્ટર્ન ડીસ્ટ્રીકટ કોર્ટમાં ગૌતમ અદાણી, ભત્રીજા સાગર અદાણી અને સાત અન્ય વ્યક્તિ સામે ૨૫ કરોડ ડોલર એટલે કે લગભગ રૂ.૨૧૦૦ કરોડની લાંચ આપવાનો આરોપ જસ્ટિસ ડીપાર્ટમેન્ટે રજૂ કર્યો છે.