32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeલાઇફસ્ટાઇલગણેશ ઉત્સવમાં 'હેન્ડસમ' દેખાવું હોય તો અપનાવો આ સેલિબ્રિટી લૂક, લોકો જોતાં...

ગણેશ ઉત્સવમાં ‘હેન્ડસમ’ દેખાવું હોય તો અપનાવો આ સેલિબ્રિટી લૂક, લોકો જોતાં જ રહી જશે | ganesh chaturthi 2024 trendy kurta pajama collection for men


Ganesh Chaturthi 2024: હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તેમજ ગણેશ ચતુર્થીનો તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવામાં આ દસ દિવસમાં લોકો પોતાના ઘર, ઑફિસ અને કોલોનીમાં બપ્પાનું સ્થાપન કરે છે. જો તમે પણ બપ્પાને ટ્રેડિશનલ લૂકમાં આવકારવા માંગતા હોવ તો આ ત્રણ એક્ટર્સના લૂક તમને મદદરૂપ થઈ શકે છે. 

ગણેશ ઉત્સવમાં 'હેન્ડસમ' દેખાવું હોય તો અપનાવો આ સેલિબ્રિટી લૂક, લોકો જોતાં જ રહી જશે 2 - image

રિતેશ દેશમુખનો લૂક

હિન્દુ ધર્મમાં પૂજા સમયે ધોતી-કુર્તા પહેરવાનો રિવાજ છે. એવામાં, તમે રિતેશના આ લૂકમાંથી ટિપ્સ લઈને તમારા માટે આવા ધોતી-કુર્તા તૈયાર કરી શકો છો. આ તમને સ્ટાઇલિશની સાથે ટ્રેડિશનલ લૂક પણ આપશે.

ગણેશ ઉત્સવમાં 'હેન્ડસમ' દેખાવું હોય તો અપનાવો આ સેલિબ્રિટી લૂક, લોકો જોતાં જ રહી જશે 3 - image

એ સિવાય તમે ગણપતિ ઉત્સવ દરમિયાન આ પ્રકારના ઑરેન્જ કલરના વર્કવાળા કુર્તા પણ પહેરી શકો છો. આ કુર્તા લૂકને નિખારવા માટે સફેદ રંગનો પાયજામા પહેરો, તો જ તેનો રંગ ખીલી ઉઠશે.

ગણેશ ઉત્સવમાં 'હેન્ડસમ' દેખાવું હોય તો અપનાવો આ સેલિબ્રિટી લૂક, લોકો જોતાં જ રહી જશે 4 - image

રિત્વિક ધનજાનીનો લૂક

રિત્વિક ધનજાની દર વર્ષે પોતાના ઘરે બપ્પાની સ્થાપના કરે છે. તમે તેના લૂકમાંથી પણ ટિપ્સ લઈ શકો છો. પૂજા દરમિયાન આવા આઉટફિટ તમને ટ્રેડિશનલ ટચ આપશે. જો તમે ઇચ્છો તો આ સાથે લૂઝ પાયજામા પણ પહેરી શકો છો.

ગણેશ ઉત્સવમાં 'હેન્ડસમ' દેખાવું હોય તો અપનાવો આ સેલિબ્રિટી લૂક, લોકો જોતાં જ રહી જશે 5 - image

મિરર વર્કના કુર્તો પણ તમને સ્ટાઇલિશ લૂક આપશે. એવામાં જો તમે સિમ્પલ લૂક કેરી કરવા માંગતા હોવ તો રિત્વિક ધનજાનીનો આ લૂક તમે અપનાવી શકો છો.

ગણેશ ઉત્સવમાં 'હેન્ડસમ' દેખાવું હોય તો અપનાવો આ સેલિબ્રિટી લૂક, લોકો જોતાં જ રહી જશે 6 - image

કરણ વાહીનો લૂક

કરણ વાહીના આ કુર્તા લૂકમાંથી પણ તમે ટિપ્સ લઈ શકો છો. પૂજામાં લાલ રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવામાં તમે ગણપતિ ઉત્સવ દરમિયાન આ પ્રકારના કુર્તા અને પાયજામા પણ પહેરી શકો છો.

ગણેશ ઉત્સવમાં 'હેન્ડસમ' દેખાવું હોય તો અપનાવો આ સેલિબ્રિટી લૂક, લોકો જોતાં જ રહી જશે 7 - image

આ સિવાય તમે સફેદ રંગના કુર્તા અને ચૂડીદાર પાયજામા સાથે આ પ્રકારનું હાફ જેકેટ પહેરશો તો પણ તમારો લૂક એકદમ સ્ટાઇલિશ લાગશે. આમાં સાથે પગ પર ક્લોગ્સ પહેરો જેથી તમારો લૂક સંપૂર્ણપણે ટ્રેડિશનલ લાગે.


ગણેશ ઉત્સવમાં 'હેન્ડસમ' દેખાવું હોય તો અપનાવો આ સેલિબ્રિટી લૂક, લોકો જોતાં જ રહી જશે 8 - image



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય