18 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, ફેબ્રુવારી 8, 2025
18 C
Surat
શનિવાર, ફેબ્રુવારી 8, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagar એલસીબી પોલીસે 22 લાખની ચોરીનો ભેદ ઉકેલી ખજુરીયા ગેંગનો સાગરીત ઝડપ્યો

Gandhinagar એલસીબી પોલીસે 22 લાખની ચોરીનો ભેદ ઉકેલી ખજુરીયા ગેંગનો સાગરીત ઝડપ્યો


ગાંધીનગર જીલ્લાના દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારના જલુન્દ્રા ગામની સીમમાં આવેલ ઝી હાઈજીન કંપનીમાં રાત્રીના સમયે દાહોદ જીલ્લાની ચડ્ડી બનીયાનધારી ખજુરીયા ગેંગના સાગરીતો ભેગા મળી રોકડ રૂપિયા ૨૨,૦૮,૯૩૦/- ની ઘરફોડ ચોરી તથા દહેગામની અન્ય એક ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતા આરોપીને દાહોદ ખાતેથી ઝડપી પાડયો છે.

દહેગામમાં પણ કરી હતી ચોરી

ગાંધીનગર જીલ્લામાં દહેગામ પો.સ્ટે વિસ્તારમાં જલુન્દ્રા ગામની સીમમાં આવેલ ઝી હાઈજીન કંપનીમાં રાત્રીના સમયે દાહોદ જીલ્લાની ચડ્ડી બનીયાનધારી ગેંગના સાગરીતો ભેગા મળી કંપનીના ઓફીસના તાળા તોળી અંદર પ્રવેશ કરી ટેબલના ખાના તોડી તેમાંથી રોકડ રૂપિયા ૨૨,૦૮,૯૩૦/- ની ચોરી કરી નાસી છુટેલ જે બાબતે દહેગામ પો.સ્ટે. ગુ.ર.નં.-૧૧૨૧૬૦૦૫૨૪૦૫૭૫/૨૦૨૪ બી.એન.એસ.ક. ૩૦૫(એ), ૩૩૧(૪), ૫૪ મુજબ ગુનો નોંધાયો હતો,આ ગુનામાં સંડોવાયેલ ગેંગના આરોપીઓને દાહોદ પોલીસે ઝડપી પાડેલ. આ ઘરફોડ ચોરીના ગુનામાં અન્ય બે આરોપીઓના નામો ખુલવા પામેલ જેમાં મુખ્ય સુત્રધાર અને ગેંગનો લીડર મલાભાઈ નુરીયાભાઈ ભાંભોર, રહે. સીમોડા ફળીયુ, ખજુરીયા, તા.ગરબાડા, જી.દાહોદનો હોવાનું જણાઇ આવેલ. જેની દોરી સંચારથી આ સમગ્ર ઘરફોડના ગુનાને અંજામ આપવામાં આવેલ. આ ગુનાને અંજામ આપવા માટે પોતાની સાથે ગેંગના અન્ય કેટલા સાગીરતો દાહોદથી લાવેલ હોવાનું જણાઈ આવેલ

હ્યુમનસોર્સથી માહિતી મળી

LCBના પીઆઈ તથા પીએસઆઈના સીધા માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લામાં વસવાટ કરતા ચડ્ડી બનીયાન ધારી ગેંગોના સગરીતો અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એલ.સી.બી.ની સંયુક્તમાં જુદી જુદી ટીનોનું ગઠન કરી આ ગેંગોના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ટેકનિકલ તેમજ સ્થાનિક હ્યુમનસોર્સથી માહીતી એકત્રીત કરવા કામગીરી કરી હતી.

પકડાયેલ દાહોદની ખજુરીયા ચડ્ડી બનીયાનધારી ગેંગનો આરોપી

મલાભાઈ નુરીયાભાઈ ભાંભોર, રહે. સીમોડા ફળીયુ, ખજુરીયા, તા.ગરબાડા, જી.દાહોદ.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

અગાઉ અમદાવાદ શહેરમાં ચાર ઘરફોડ ચોરીના ગુનાઓમાં તેમજ સારકાંઠાના હિમ્મતનગર ખાતે ત્રણ ઘરફોડ ચોરીના ગુનામાં તેમજ ગરબાડા પો.સ્ટે.માં એક ચોરીના મળી કુલ-૮ ગુનામાં પકડાઈ ચૂકેલ છે.

 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય