GPSC દ્વારા વર્ગ 1-2ની પ્રિલિમ પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવેલ છે. 6 એપ્રિલ 2025ના રોજ પ્રિલિમ પરીક્ષા યોજાશે. મેઈન પરીક્ષા 13,14 તથા 20, 21 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાશે. વર્ષ 2025-26નું ભરતી કેલેન્ડર જાન્યુઆરીના અંતમાં જાહેર થશે.
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી અંગે મહત્વનો નિર્ણય લીધો હતો
GPSCની પરીક્ષા આપતા અનામત કેટેગરીના ઉમેદવારોએ પણ પરીક્ષા માટે ડિપોઝીટ ભરવી પડશે. વિવિધ પરીક્ષામાં ઉમેદવારી કર્યા બાદ પરીક્ષા ના આપતા ઉમેદવારો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોને ડિપોઝીટ રિફંડ કરાશે. બિનઅનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા ડિપોઝીટ ભરવા પડશે. અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયા ડિપોઝીટ ભરવી પડશે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્ધારા લેવાતી વિવિધ પ્રાથમિક પરીક્ષાઓમાં અરજી કરનાર ઉમેદવારોની સંખ્યા સામે પરીક્ષામાં ઉપસ્થિત રહેતા ઉમેદવારોની સંખ્યા ક્યારેક ખૂબ જ ઓછી હોય છે. ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારો માટે પ્રશ્નપત્રો છપાવવા, તમામ ઉમેદવારોની સંખ્યાના આધારે સેન્ટરો લેવા, તમામ સેન્ટર પર જરૂરી સ્ટાફની નિમણૂક કરવી વગેરે માટે થતો ખર્ચ તથા આ માટે માનવબળનો વ્યય ધ્યાને લેતા આયોગમાં થયેલ વિચારણાને અંતે હવે પછી જાહેર થનાર પ્રાથમિક પરીક્ષાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની સંખ્યાને આધિન આયોગ દ્ધારા જરૂર જણાય ડિપોઝિટ તરીકે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.