23 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
23 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagar: ગાંધીનગરમાં SMCના પોલીસ સ્ટેશનનું DGP વિકાસ સહાયે લોકાર્પણ કર્યું

Gandhinagar: ગાંધીનગરમાં SMCના પોલીસ સ્ટેશનનું DGP વિકાસ સહાયે લોકાર્પણ કર્યું


રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ગુજરાત પોલીસની વિશેષ શાખા છે. પોલીસ મહાનિર્દેશક અને મહાનિરીક્ષકને સહાય પૂરી પાડવા માટે અમલીકરણ, સંકલન, સંશોધન અને વિશ્લેષણની SMCની પ્રાથમિક જવાબદારી છે. જેમાં પ્રોહિબિશન, જુગાર સહિતના ગુનાઓના નિવારણ માટે SMC રાજ્યવ્યાપી દરોડા પાડી શકે છે, ત્યારે રાજ્યના ગૃહ વિભાગે ગાંધીનગર ખાતે SMCનું એક અલગ પોલીસ સ્ટેશનનું  DGP વિકાસ સહાયે લોકાર્પણ કર્યું છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા SMCના અલગ પોલીસ સ્ટેશનનું  DGP વિકાસ સહાયે લોકાર્પણ કર્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને સુવ્યવસ્થિત જાળવવા માટે અને SMCની કાર્યક્ષમતાની સાથે તેની અસરકારકતામાં વધારવા માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતા, 2023 તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ હેઠળની સત્તાનો ઉપયોગ કરીને ખાસ નિર્ણય કરાયો છે. 

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર પોલીસ ભવન ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલનો પોલીસ સ્ટેશન કાર્યરત થઇ છે. DGP વિકાસ સહાય દ્વારા પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કરવામાં આવ્યું છે. SMC પોલીસ સ્ટેશનમાં પ્રથમ ગુન્હો દાખલ કરાયો છે. DGP વિકાસ સહાય દ્વારા પોલીસ સ્ટેશનનો લોકાર્પણ બાદ ગુજસીટોકનો પ્રથમ ગુન્હો દાખલ કરાયો છે. દારૂના વેચાણ માટે ખોટા નંબર પ્લેટ, ખોટા એન્જીન નંબર અને ડોક્યુમેન્ટ બનાવતા 10 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય