23 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
23 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagar: વડનગર ખાતે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ-CSIT સ્થપાશે

Gandhinagar: વડનગર ખાતે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ-CSIT સ્થપાશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે રાજ્ય સરકારના શ્રામ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ લાર્સન એન્ડ ટુબ્રો- L&T વચ્ચે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ MOU થયા હતા. જેમાં રૂપિયા 22 કરોડના ખર્ચે વડનગર ખાતે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટ- CSITની સ્થાપવા કરવાનુ ઠેરવાયુ છે. CSITમાં ટુકાંગાળાના અભ્યાસક્રમોથી દરવર્ષે 1000 યુવાનોને તાલિમબધ્ધ કરવામાં આવશે.

ઉત્તર ગુજરાતમાં હાલમાં ધરોઈ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના નેજા હેઠળ આ ક્ષેત્રમાં વિવિધ વિકાસકામો ચાલી રહ્યા છે. તદ્ઉપરાંત ભારતમાલા પ્રોજેક્ટ તથા બાંધકામ ક્ષેત્રના અન્ય મોટા પ્રોજેક્ટ માટે બાંધકામ ટેકનોલોજીના જ્ઞાન- કૌશલ્યથી સજ્જ કુશળ તાલિમબધ્ધ યુવાન ઉપલબ્ધ કરાવવાની દિશામાં ગુજરાત સરકારે L&T સાથે મળીને વડનગર ખાતે આ ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેના માટે શ્રામ અને રોજગાર વિભાગે વડનગરમાં 10 એકર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. જ્યાં થનારા બિલ્ડીંગ નિર્માણથી તાલિમાર્થી યુવાનોને રહેવા અને જમવાની સુવિધા સાથે આધુનિક બાંધકામ તકનીકોથી ટ્રેઈન કરાશે.

વડનગરમાં સ્થપાનાર આ CSIT સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લાના યુવાનો માટે ઉપયોગી બનશે. જ્યાં સ્ટ્રક્ચરલ એન્ડ ફિનિશિંગ ટેક્નિશિયન, સ્માર્ટ સિટીઝ માટે સીસીટીવી અને ઓએફસી, ટેક્નિશિયન, સોલાર એન્ડ ટ્રાન્સમિશન લાઈન ટાવર ઈરેક્શન ટેક્નિશિયન તથા ફાયર લાઈફ સેફ્ટિ એન્ડ ટેક્નિશિયન જેવા ટુકાગાળાના અભ્યાસક્રમોની તાલિમ અપાશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય