23 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
23 C
Surat
સોમવાર, ફેબ્રુવારી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagar: પાલિકા-પંચાયતોની 1,962 બેઠકો પર 10,439 પોલીસનો બંદોબસ્ત

Gandhinagar: પાલિકા-પંચાયતોની 1,962 બેઠકો પર 10,439 પોલીસનો બંદોબસ્ત


રાજ્યમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી રવિવારે કુલ 4,033 મતદાન મથકો ઉપર યોજાશે, જે પૈકી કાયદો-વ્યવસ્થાની દષ્ટિએ 836 મથકો સંવેદનશીલ અને 153 મથકો અતિ સંવેદનશીલ છે, પરિણામે મતદાન ન્યાયી અને યોગ્ય તેમજ અનિચ્છનીય બનાવ વગર પાર પાડવા કુલ 10,439 પોલીસ સ્ટાફનું ડિપ્લોયમેટ ખડકાયું છે.

સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર વધારાના પોલીસ ફોર્સ સાથે પોલીસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરાઇ છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 પૈકી 13 વોર્ડની પર બેઠકો ઉપર સામાન્ય ચૂંટણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ-7, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ-3 અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ બેઠકો ઉપર પેટા ચૂંટણી, 66 નગરપાલિકાઓની 1,844 પૈકી 1,677 બેઠકો ઉપર સામાન્ટ ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની કુલ 72 પૈકી 49 બેઠકો ઉપર મધ્યસત્ર ચૂંટણી, જિલ્લા પંચાયતોની 9 પૈકી 8 બેઠકો ઉપર પેટા ચૂંટણી, ગાંધીનગર- કઠલાલ-કપડવંજ તાલુકા પંચાયતોની 78 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, 2 નગરપાલિકાની 21 પૈકી 19 બેઠકો ઉપર પેટા ચૂંટણી તેમજ તાલુકા પંચાયતોની 91 પૈકી 76 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવાની છે. આમ કુલ 1,962 બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે, જ્યારે કુલ 213 બેઠકો બિનહરીફ થઇ છે અને 3 બેઠકો ઉપર ચૂંટણી રદ થઇ છે, જ્યારે કુલ 10,168 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં જંગ લડી રહ્યાં છે. કુલ 36,71,449 મતદારો મતાધિકાર ધરાવે છે, જે પૈકી 18,73,213 પુરુષ, 18,01,184 સ્ત્રી અને 129 ત્રીજી જાતિના મતદારો છે. આ ચૂંટણીમાં કુલ 173 ચૂંટણી અધિકારીઓ, 174 મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ 23,640 પોલિંગ સ્ટાફ નિશ્ચીત થયા છે.

ઉકત મતદાન મથકો ખાતે રવિવારે સવારે 7થી સાંજેના 6 સુધી મતદાન યોજાશે અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી થશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય