સરકારના અનેક પ્રયત્નો છતાં લોકો થઈ રહ્યા છે ડિજિટલ એરેસ્ટ
ખાખી વરદી પહેરીને બેઠેલા શખ્સે રૂપિયા ન મળે તો દીકરીના અપહરણની પણ આપી ધમકી
ગાંધીધામ: દેશભરમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓમાં મોટો ઉછાળો આવ્યો છે. દરરોજ લખો રૂપિયા સીબીઆઈ અથવા ઈડી ના નામે પડાવી લેવામાં આવતા હોવાના બનાવો સામે આવી રહ્યા હોવાથી પોલીસ દ્વારા આ બાબતે સતત આપીલો કરાઇ છે અને હવે તો કોઈને પણ કોલ કરો તો તરત જ સાઇબર ફ્રોડથી બચવા અંગેની કોલર ટયુન પણ વાગી રહી છે. છતાં પણ લોકો ડિજિટલ એરેસ્ટ થઈ રહ્યા છે અને ગઠિયાઓને લખો રૂપિયા આપી દઈ છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે ત્યારે હવે ગાંધીધામની ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં મહિલાને પોલીસની ખોટી ઓળખ આપી અને મની લોન્ડરીંગના રૂપિયા તમારા ખાતામાં આવ્યા છે તેવું કહી અને મહિલાની પુત્રીનો અપહરણ કરવાની સુધીની ધમકીઓ આપી રૂ.