20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 20, 2024
20 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 20, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતકચ્છગાંધીધામઃ ચેક પરત થયાના કેસમાં નીચલી કોર્ટના હુકમ કાયમ

ગાંધીધામઃ ચેક પરત થયાના કેસમાં નીચલી કોર્ટના હુકમ કાયમ



6 મહિનાની કેદ અને ચેકની રકમ પરત આપવા વર્ષ 2019માં કરાયો હતો હુકમ 

ગાંધીધામ: આરોપી સુનિલ સુદર્શન યાદવ તે કાલીકા ટ્રાન્સપોર્ટના માલિક દ્વારા મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા ચેક પરતના નેગોશીયેબલ ઈન્સટ્મેન્ટ એકટ કાયદા તળેના ફોજદારી કેસમાં થયેલી કેદની સજા તથા ચેકની રકમ વળતર ચુકવવાના હુકમને એપેલેટ સેસન્સ કોર્ટમાં પડકારતા, સેશન્સ કોર્ટ દ્વારા મેજીસ્ટ્રેટ દ્વારા કરાયેલ હુકમને કાયમ રાખી થયેલ સજા અને વળતરનો હુકમ કાયમ રાખ્યો હતો.

ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ પેઢી મે. જય અંબે કેરીયર્સના માલિક પરેશ જેઠાનંદ લધર તથા તેમની સાથે તેમના મોટા ભાઈ હરેશ જેઠાનંદ માહેશ્વરી (લધર) ટ્રાન્સપોર્ટ તથા તેને સંલગ્ન ધંધો કરે છે, તેમણે આરોપી પાસેથી પોતાના ટેન્કર ગાડીઓ ભરાવેલ તથા તેના ભાડા હીસાબના ચુકવણા પેટે આરોપી દ્વારા ફરીયાદીને ચેક આપવામાં આવ્યો હતો તથા વિશ્વાસ આપેલ કે ચેક બેંકમાં રજુ કરવા વટાઈ જશે, જે ચેક ફરિયાદી દ્વારા બેંકમાં રજુ કરતા ચેક અપુરતા ભંડોળના કારણે પરત થતાં, ફરીયાદી દ્વારા આરોપી સામે વર્ષ ૨૦૦૫ માં ગાંધીધામ કોર્ટમાં ચેક પરત થયાની ફરીયાદી દાખલ કરી હતી, જે ફરીયાદમાં આરોપીને એડી. જયુડીશિયલ મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીને ૬ માસની કેદ તથા ફરીયાદીને ચેકની રકમ વળતર પેટે ચુકવવા સને ૨૦૧૯ માં હુકમ કર્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય