દારૂની 42 બોટલ અને દારૂનાં 191 ક્વાર્ટરિયા કબ્જે કરાયા, બુટલેગર નાસી ગયો
ગાંધીધામ: ગાંધીધામનાં જૂની સુંદરપુરી વિસ્તારમાં આવેલા અંબે માતાજીનાં મંદિર પાસે વાડામાં પોલીસે બાતમી આધારે વિદેશી દારૂની કુલ ૪૨ બોટલો અને દારૂનાં ૧૯૧ ક્વાટરીયા ઝડપી પાડયા હતા. જ્યારે દારૂનો જથ્થો રાખનાર બુટલેગર પોલીસને હાથ આવ્યો ન હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામનાં જૂની સુંદરપુરી અંબે માતાજીનાં મંદિર સામે આવેલા વાડામાં આરોપી મેહુલ ભીખાભાઇ પરમાર વિદેશી શરાબનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમી આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વાડા પર દરોડો પાડયો હતો.