વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે જેની અસર જોવા મળે છે ગ્રહો બીજા ગ્રહો સાથે યુતિ બનાવી રાજયોગ રચે છે. જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. ગુરૂ બૃહસ્પતિએ 12 વર્ષ પછી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે તો ચંદ્રમાંએ 22 સપ્ટેમ્બરે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આ બંને ગ્રહોની યુતિથી ગજકેસરી યોગની રચના કરે છે. જેનાથી કેટલીક રાશિનો ભાગ્યોદય થશે. આ લોકોને આકસ્મિક ધનલાભ મળશે.
કુંભ રાશિ
આ રાશિના લોકો માટે ગજકેસરી યોગ લાભ અપાવશે. મનના અધુરા રહેલા કોડ પુરા થશે. સુખ સુવિધાઓમાં વધારો થશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. પારિવારીક જીવન સુખમય રહેશે. વાહન કે પ્રોપર્ટી ખરીદી શકશો.
મેષ રાશિ
આ રાશિ માટે ગજકેસરી યોગ શુભ ફળ અપાવશે. રાજયોગ તમારી રાશિમાં ધન અને વાણીના સ્થાને રચાયો છે આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ થશે. વાણીનો પ્રભાવ વધશે. આર્થિક લાભ થશે. સામાજીક કાર્યોમાં યોગદાન આપી શકશો. માન-મોભો વધશે. રોકાણકારોને ફાયદો થશે.
કન્યા રાશિ
ગજકેસરી રાજયોગ તમારા માટે લાભપ્રદ રહેશે રાજયોગ તમારી ગોચર કુંડળીમાં નવમાં ભાવમાં રચાશે જેનાથી તમારો ભાગ્યોદય થશે. ધાર્મિક માંગલિક કાર્ય કરી શકશો. માન-સન્માન વધશે સડસડાટ પ્રગત્તિ થાય. ફસાયેલા નાણા મળશે. અચાનક લાભ થશે. કેટલાયે સમયથી વિચારેલ અને અટકી પડેલ કામ સડસડાટ થશે. માનસીક શાંતિ મળશે. જીવનમાં પ્રગત્તિ થાય.