સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કેટલાક લોકોને વેજિટેબલ સલાડ ગમે છે જ્યારે ઘણા લોકોને ફ્રુટ સલાડ ખાવાનું પસંદ હોય છે. પરંતુ ઘણા લોકો ફ્રુટ અને વેજિટેબલનું સલાડ એકસાથે ખાવાનું પસંદ કરે છે. આ બંને વસ્તુઓમાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર, પોટેશિયમ, ઝિંક અને આયર્ન સહિત ઘણા પોષક તત્વો શરીરમાં જોવા મળે છે.
એક્સપર્ટના મત મુજબ ફ્રુટ અને શાકભાજીનું સલાડ એકસાથે ખાવું એ હેલ્ધી વિકલ્પ છે. જો તમે તાજા ફ્રુટ અને વેજિટેબલનું સલાડ એકસાથે ખાઓ છો, તો તમને તેમાંથી માત્ર વધુ વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર જ નહીં મળે, પરંતુ તેમાં કેલરી પણ ઓછી હોય છે.
આ બંને આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તેને ખાતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે એક્સપર્ટના મતે આ બે સલાડ એકસાથે ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે.
યોગ્ય કોમ્બિનેશનની છે જરૂર
જો તમે વેજિટેબલ અને ફ્રુટનું સલાડ એકસાથે ખાતા હોવ તો યોગ્ય કોમ્બિનેશન પસંદ કરવું જરૂરી છે તમે સફરજન, ગાજર અને સલજમનું સલાડ ખાઈ શકો છો. આમાં તમને ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન A મળશે. તે ડાયાબિટીસ અને કિડનીના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ફળો અને શાકભાજીનું સલાડ બનાવતા પહેલા તેને સારી રીતે ધોઈને સાફ કરી લો.
સાવચેત રહેવું છે જરૂરી
એક્સપર્ટ કહે છે કે ફ્રુટ અને વેજિટેબલનું સલાડ એકસાથે ખાતા પહેલા સાવધાન રહેવું જરૂરી છે. કેટલીકવાર તેઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં કેટલાક ફ્રુટ અને વેજિટેબલને સલાડના રૂપમાં એકસાથે ખાવાથી પણ એલર્જીની સમસ્યા થઈ શકે છે. એક્સપર્ટે એ વાત પર પણ ભાર મૂકે છે કે તેને સંતુલિત માત્રામાં જ ખાવું જોઈએ.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપાય અનુસરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.