Youtube Turns 20: દુનિયાનું સૌથી મોટું વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યૂટ્યૂબની શરૂઆત ડિનર-ટેબલ પર એક આઈડિયા દ્વારા થઈ હતી અને 20 વર્ષ બાદ એ દુનિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. યૂટ્યૂબ આજે ગૂગલનું સૌથી મોટી ઇન્કમ ધરાવતું પ્લેટફોર્મ છે. આજે કોઈ પણ ફિલ્મ હોય કે કોઈ પણ ઇવેન્ટ હોય કે કોઈ પણ ન્યૂઝ હોય કે પછી કોઈ પણ ફની કે પ્રાઈવેટ ફંક્શનના વીડિયો કેમ ન હોય એને યૂટ્યૂબ પર શેર કરવામાં આવે છે.
યૂટ્યૂબની શરૂઆત
યૂટ્યૂબનો આઈડિયા સ્ટીવ ચેન, ચેડ હર્લી અને જાવેદ કરિમને 2005માં એક ડિનર-પાર્ટી દરમિયાન આવ્યો હતો.