ORACLE CEO Big Claim For Cancer: ઓરેકલના CEO લેરી એલિસને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં કેન્સર ડિટેક્શનથી માંડીને વેક્સિનેશન સુધી બધુ 48 કલાકમાં કરી શકાશે. કેન્સર જેવી ખતરનાક બીમારી અંગે એલિસને બુધવારે મોટો દાવો કર્યો છે.
લેરી એલિસને કહ્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથે 48 કલાકની અંદર કેન્સરની જાણથી લઈને તેની કસ્ટમ વેકિસન પણ બનાવી શકાશે. કલ્પના કરો કે તમને કેન્સરના રોગની જાણ જલ્દી થઈ જશે.