લિયામ કુલેનના બે ગોલની મદદથી વેલ્સ ટીમે નેશન્સ લીગ ફૂટબોલ ચેમ્પિયનશિપના ગ્રૂપ-એચની મેચમાં આઇશલેન્ડ સામે 4-1થી વિજય મેળવ્યો હતો. વેલ્સ માટે લિયામે 32મી તથા 46મી, બ્રેનાનન જોનસને 65મી તથા હેરી વિલસને 79મી મિનિટે ગોલ કર્યો હતો. આઇસલેન્ડ માટે આન્દ્રી ગુઓજોન્સને સાતમી મિનિટે ટીમ માટે એકમાત્ર ગોલ કર્યો હતો.
અન્ય મુકાબલામાં ચેક રિપબ્લિકે જ્યોર્જિયા સામે 2-1થી તથા સ્લોવાકિયાએ ઇસ્ટોનિયા સામે 1-0થી વિજય હાંસલ કર્યો હતો. માલ્ટા અને એન્ડોરાનો મુકાબલો 0-0થી ડ્રો રહ્યો હતો. માલ્ટાના ગેબ્રિયન બોહરેરને મેચની 17મી મિનિટે રેડ કાર્ડ મળ્યું હતું અને તેને મેદાન છોડવાની ફરજ પડી હતી. ત્યારબાદ માલ્ટાની ટીમને 10 ખેલાડીઓ સાથે રમવું પડયું હતું. યુક્રેનની ટીમે ઓલેકસાન્દ્ર ઝિનચેન્કોના પાંચમી મિનિટે તથા રોમાન યારેચેકના 10મી મિનિટે નોંધાવેલા ગોલ વડે અલ્બેનિયા સામે 2-1થી વિજય મેળવ્યો હતો. નાદિમ બાજરામીએ 75મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો હતો જે અલ્બેનિયા માટે એકમાત્ર ગોલ રહ્યો હતો. બોસનિયા અને નેધરલેન્ડ્સની મેચ 1-1થી ડ્રો રહી હતી. સ્વિડને ગ્રૂપ-આઇની મેચમાં અઝરબૈજાન સામે 6-0થી વિજય મેળવ્યો હતો. ડેજાન કુલુસેવસ્કીએ 10મી અને 57મી મિનિટે તથા વિક્ટોર યોકેરેસે 26મી, 37મી, 58મી તથા 70મી મિનિટે ગોલ નોંધાવવાની સાથે હેટ્રિક પણ પૂરી કરી હતી.