35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતFootball: SAFF વિમેન્સ ફૂટબોલમાં ભારતે પાકિસ્તાનને 5-2થી હરાવ્યું

Football: SAFF વિમેન્સ ફૂટબોલમાં ભારતે પાકિસ્તાનને 5-2થી હરાવ્યું


સુકાની આશાલતા દેવીની 100 ઇન્ટરનેશનલ મેચ અને સ્ટ્રાઇકર નગાંગોમ બાલાદેવીએ પૂરા કરેલા 50 ગોલની સિદ્ધિ વચ્ચે ભારતે સાફ (એસએએફએફ) વિમેન્સ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ગ્રૂપ-એની મેચમાં પરંપરાગત હરિફ પાકિસ્તાનને 5-2થી રગદોળી નાખ્યું હતું.

બાંગ્લાદેશને સાંકળી લેતા ત્રણ ટીમના ગ્રૂપમાં ભારતે મેચ જીતીને સીધા ત્રણ પોઇન્ટ મેળવ્યા હતા. ભારત માટે ગ્રેસે પાંચમી અને 42મી, મનિષાએ 17મી, બાલાએ 35મી તથા જ્યોતિએ 78મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. પાકિસ્તાન માટે હિરાની સુહાએ 45 પ્લસ બીજી મિનિટે (કુલ 47 મિનિટ) તથા કાયલા મેરી સિદ્ધિકીએ 47મી મિનિટે ગોલ કર્યા હતા. ઇન્ટરનેશનલ સ્તરે બંને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ ચાર મુકાબલા રમાયા છે અને તમામમાં ભારતીય ટીમે વિજય મેળવ્યો છે. જ્યોતિએ સિનિયર લેવલે પોતાનો પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. આશાલતા દેવી ભારત તરફથી 100 ઇન્ટરનેશનલ મેચ પૂરી કરનાર પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર બની છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય