35 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
35 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતFootball: ફ્રાન્સે બેલ્જિયમને 2-1થી હરાવ્યું

Football: ફ્રાન્સે બેલ્જિયમને 2-1થી હરાવ્યું


રેન્ડેલ કોલો મુઆનીના બે ગોલની મદદથી ફ્રાન્સે નેશન્સ લીગ ફૂટબોલની મેચમાં બેલ્જિયમને 2-1થી પરાજય આપ્યો હતો. લીગના ગ્રૂપ-2માં રમાયેલી મેચમાં કિલિયન મબાપે વિના મેદાનમાં ઉતરેલી ફ્રેન્ચ ટીમ માટે મુઆનીએ બંને હાફમાં એક-એક ગોલ કર્યો હતો.

ગ્રૂપ-2ની બીજી એક મેચમાં ઇટાલીએ ઇઝરાયેલને 4-1થી પરાજય આપ્યો હતો. મ્યૂનિચમાં ગ્રૂપ-3ની મેચમાં જર્મનીએ નેધરલેન્ડ્સ સામે 1-0થી વિજય હાંસલ કર્યો હતો. જર્મનીના જેમી લ્યૂલિંગે બીજી જ મિનિટે ગોલ કર્યો હતો પરંતુ વીડિયો રિવ્યૂ બાદ તેને રદ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે મેચની 64મી મિનિટે નિર્ણાયક ગોલ કર્યો હતો. આ ગ્રૂપમાં હંગેરીએ બોસ્નિયા અને હર્જેગોવિનાને 2-0ના સ્કોરથી હરાવ્યું હતું.ફ્રાન્સ સામેની મેચમાં બેલ્જિયમની ટીમ તેના સ્ટાર ખેલાડી કેવિન ડી બ્રુએન તથા રોમેલુ લુકાકુ વિના મેદાનમાં ઉતરી હતી. ઇઝરાયેલ સામેની મેચમાં ઇટાલીના માતેઓ રેટેગુઇએ 41મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવી હતી. જિયોવાની ડી લોરેન્ઝોએ 54મી તથા 79મી મિનિટે તથા ડાવિડ ફ્રેટેસીએ 72મી મિનિટે ગોલ કર્યા હતા. ઇઝરાયેલ માટે મોહમ્મદ આબુ ફાનીએ 66મી મિનિટે ગોલ કર્યા હતા. અન્ય મેચોમાં યૂક્રેન અને ચેક રિપબ્લિકનો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો પરંતુ હંગેરી, તુર્કી અને સ્વીડને પોતપોતાની મેચો જીતી હતી. તુર્કીએ આઇસલેન્ડને 4-2થી તથા સ્વીડને ઇસ્ટોનિયાને 3-0ના સ્કોરથી પરાજય આપ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય