23.7 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.7 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતFootball: AC મિલાનને છેલ્લી મિનિટોમાં હરાવીને એટલાન્ટા ટોચના ક્રમે પહોંચી

Football: AC મિલાનને છેલ્લી મિનિટોમાં હરાવીને એટલાન્ટા ટોચના ક્રમે પહોંચી


મુકાબલામાં ત્રણ મિનિટોનો સમય બાકી હતો ત્યારે એડેમોલા લૂકમાને નોંધાવેલા ગોલની મદદથી એટલાન્ટાએ એસી મિલાનને 2-1થી હરાવીને સિરી-એ ફૂટબોલ લીગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. કોચ જિયાન પિયેરો ગાસ્પેરિનીના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાએ સતત નવમો વિજય મેળવ્યો છે.

ચાર્લ્સ ડી કેટેલાઇરેએ મિલાન માટે 11મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-0નો કર્યો હતો. 11 મિનિટ બાદ થીઓ હર્નાન્ડેઝે રાઇટ વિંગથી પાસ કરેલા બોલને અલવારો મોરાટાએ ગોલમાં ફેરવીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો. મિલાનનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયન પુલસિચ પગના સ્નાયુ ખેંચાઈ જવાના કારણે મેચની 38મી મિનિટે મેદાનની બહાર થયો હતો. એટલાન્ટાના 34 પોઇન્ટ છે અને તે નાપોલી કરતાં બે પોઇન્ટ આગળ છે. નાપોલી રવિવારે લાઝિયો સામે રમશે. મિલાન પોઇન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે.

સિરી-એ ચેમ્પિયન ઇન્ટર મિલાને પાર્માને 3-1થી પરાજય આપ્યો હતો અને તે સતત 13 મેચથી અજેય રહી છે. ફેડરિકો ડિમાર્કોએ હાફ ટાઇમમાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે પ્રથમ ગોલ નોંધાવ્યો હતો. આઠ મિનિટના ગાળામાં નિકોલો બારેલાએ ગોલ કરીને ટીમને 2-0થી આગળ કરી દીધી હતી. માર્કોસ યુરામે સિઝનનો 10મો ગોલ નોંધાવવા ઉપરાંત 66મી મિનિટે ટીમનો સ્કોર 3-0નો કર્યો હતો. પાર્મા માટે માતેઓએ એકમાત્ર ગોલ કર્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય