30 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ડિસેમ્બર 15, 2024
30 C
Surat
રવિવાર, ડિસેમ્બર 15, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabadમાં પનીર-જામના પાંચ સેમ્પલ ફેલ, જુઓ Video

Ahmedabadમાં પનીર-જામના પાંચ સેમ્પલ ફેલ, જુઓ Video


બહારનું ખાતા પહેલા જરા ચેતી જજો કેમકે અમદાવાદમાં પનીર-જામના પાંચ સેમ્પલ ફેલ થયા છે.બટર, પનીર, જામ ખાતા પહેલા સાવચેત રહેજો કેમકે હોટલ-રેસ્ટોરન્ટના બટર-પનીરના સેમ્પલ ફેઇલ થયા છે,મકરબામાં ગુલશન ગૃહ ઉદ્યોગના જામનું સેમ્પલ ફેલ,વસ્ત્રાલમાં મઢુલી એન્ટરપ્રાઇઝના પનીરનું સેમ્પલ ફેલ,રાજસ્થાન ભોજનાલયના પનીરનું સેમ્પલ ફેલ,શાહીબાગમાં આશાપુરા ભોજનાલયનું પનીર અખાદ્ય તેમજ વસ્ત્રાલમાં પુજા ભાજીપાઉનું બટર સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે.

બનાસકાંઠામાં પણ ફૂડ વિભાગે સાત દિવસ પહેલા પાડયા દરોડા

ફૂડ વિભાગે ઘીનો વેપાર કરતા વેપારીને ત્યાં દરોડા પાડ્ય છે. શહેરના ચડોતર નજીક કોમ્પ્લેક્સમાંથી શંકાસ્પદ ઘી મળ્યું હતુ, જેમાં અધિકારીઓને જોઇને વેપારી ફરાર થઈ ગયો હતો. ફૂડ વિભાગે પોલીસ બોલાવી ગોડાઉનને સીલ કર્યું છે, વિભાગે બાતમીની આધારે દરોડા પાડ્યા હતા. પાલનપુરના ચડોતર નજીક ખાનગી કોમ્પ્લેક્સમા શંકાસ્પદ ઘીના ગોડાઉન ઉપર ફૂડ વિભાગે રેડ કરી હતી. ફૂડ વિભાગના અધિકારીઓને જોઈને વેપારી ગોડાઉનને લોક મારી ચાવી લઈને ભાગી ગયો હતો. આ શંકાસ્પદ ઘીનું ગોડાઉન ચડોતરના કેબી લોજિસ્ટમાં આવેલું છે.

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇને ચકાસવી

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ helpdesk.fdca@gmail.com પર ફરિયાદ નોંધાવી શકાય છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય