Accident on Bhavnagar-Somnath National Highway: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે આજે (17મી ડિસેમ્બર) વહેલી સવારે રક્તરંજિત બન્યો હતો. જેમાં ભાવનગરથી તળાજાને જોડતા હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6:00 વાગ્યે હાઇવે પર રેતી ભરેલા ડમ્પરની પાછળ સુરતથી ઉના તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકે ધડાકાભેર બસ ઘૂસાડી દીધી હતી. જેમાં બસમાં સવાર 6 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
હાઇવે મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો