પોલીસે રૃપિયા ૧૦,૧૨૦ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી
કલોલ : ખાત્રજ ગામે જુગારની મહેફીલ ચાલી રહી હતી ત્યારે સાતેજ
પોલીસે દરોડો પાડયો હતો પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચને દબોચી લીધા હતા અને
તેમની પાસેથી રોકડ રકમ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર સાંતેજ પોલીસને બાપની મળી હતી કે
ખાત્રજ ગામે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે.તેના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા કાળાજી છનાજી ઠાકોર તથા સુનિલજી વેચાતજી વાઘેલા અને
મહોબ્બતજી જવાનજી ઠાકોર તથા દોલતસિંહ ભાગચંદ સૂર્યવંશી અને વિરેન્દ્ર રામ દયાલ
વર્માની ઝડપી લીધા હતા પોલીસે જુગારીઓ પાસેથી જુગાર રમવાના પાના પત્તા તથા રોકડા
રૃપિયા ૧૦,૧૨૦
કર્યા હતા અને તમામને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.