સુરતના ઉધનામાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. આશીર્વાદ સોસાયટી નજીક ગેટ નંબર 4 પાસે ફાયરિંગની ઘટના બની છે. ફાયનાન્સર પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઓફિસની બહારના કાચ પર બે રાઉન્ડ ફાયરિંગ કરાયું છે. 2 લોકો બાઈક પર આવ્યા હતા અને ફાયરિંગ કર્યું છે. ત્યારે આ મામલે ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.
દિવસેને દિવસે વધી રહી છે ફાયરિંગની ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસેને દિવસે લુંટ, હત્યા, ફાયરિંગની ઘટનાઓ સતત વધી રહી છે અને છેલ્લા 1 મહિનામાં જ રાજ્યમાં ફાયરિંગની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં ફાયરિંગની ઘટના બની હતી. શહેરના નહેરુનગર-માણેકબાગ રોડ પર ફાયરિંગની ઘટના બની હતી.
નહેરુનગર-માણેકબાગ રોડ પર બની હતી ફાયરિંગની ઘટના
કૌટુંબિક બબાલમાં ફાયરિંગ કરીને એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. શહેરના નહેરુનગર-માણેકબાગ રોડ પર શાકભાજીની દુકાનમાં ફાયરિંગની ઘટના બની હતી, ફાયરિંગ ઘટના બનતા જ આસપાસમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.