રાજકોટના પડધરી પાસે કારખાનામાં ભીષણ લાગેલી આગ કાબુમાં આવી ગઈ છે.સહારા યુનાઈટ પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી,આગમાં પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થયો છે.રાજકોટ, જામનગર, મોરબીની ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી,તો ફાયરવિભાગની ટીમને આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી પડી હતી,બપોર સુધીમાં આગ કાબૂમાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે.
પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ
રાજકોટ જિલ્લાના પડધરી સહારા યુનિટમાં આગ લાગી હતી જેમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા રાતભર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો,રાજકોટ,જામનગર,મોરબીના ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવાયો હતો અને આગને કાબુમાં લેવામાં આવી હતી,60 થી 70 ટકા જેટલી આગ કાબુમાં આવતા 8 થી 9 કલાક જેટલો સમય લાગ્યો હતો.આગમાં પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
કંપનીમાં મોટા પ્રમાણમાં માલ સામાન બળીને ખાખ
આગ વધુ વિકરાળ બનતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ રહી છે. રાજકોટના પડધરી ખાતે સહારા યુનાઈટ નામના પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જો કે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા મોટાભાગનો જથ્થો બળીને ખાખ થયો છે. મળતી માહિતી અનુસાર સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવવામાં બપોર સુધીનો સમય લાગી શકે છે.