સુરતમાં જિમ-સ્પા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ હરકતમાં આવી ગયું છે.જહાંગીરપુરામાં બે હોટલ અને જિમને સિલ કરી દેવામાં આવ્યું છે.ફાયર NOCના અભાવે ફાયર વિભાગે મોડી રાત્રે કાર્યવાહી કરી છે.ફાયર વિભાગના સાધનોના અભવાના અને NOCને લઈ સિલિંગ કાર્યવાહી કરવામાં આવી છે.સુરતના સિટીલાઈટ વિસ્તારમાં બનેલી અગ્નિકાંડમાં બે મહિલાઓનાં મોતને પગલે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.
મોત બાદ તંત્ર એલર્ટ
સુરતમાં સ્પા-જિમમાં મોત બાદ તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે,સુરત ફાયર વિભાગ દ્રારા અલગ-અલગ જગ્યાએ ચેકિંગ હાથધરવામાં આવ્યું છે,જેમાં અલગ-અલગ વિસ્તારોમાં બિલ્ડીંગોમાં ફાયરના સાધનો અને એનઓસીને લઈ ચેકિંગ કરવામાં આવ્યું છે,જે બિલ્ડીંગમાં ફાયર એનઓસી નથી તેમજ ફાયરના સાધનો નથી તો ફાયરના સાધનો એકસપાયરી ડેટ વાળા છે તે તમામ લોકોને નોટીસ આપવામાં આવી છે તેમજ જે જગ્યાએ લાગે કે આ સિલ કરવાનું છે તેવી હોટલો અને પ્રોપર્ટીઓને સિલ પણ કરવામાં આવી છે.
અઠવા વિસ્તારમાં શું સિલ કર્યું
01-હેરિટેજ રૂમ્સ, ચોથો માળ, સફલ સ્ક્વેર વેસુ, સુરતમાં 8 રૂમ સીલ કર્યા.
02-રાધે રાધે રૂમ, શોપ નં. એસ-7, ચોથો માળ, સફલ સ્ક્વેર વેસુ, સુરતમાં 4 રૂમ સીલ કર્યા.
03-ઓયો રૂમ્સ, શોપ નં. એસ-9, ચોથો માળ, સફલ સ્ક્વેર વેસુ, સુરતમાં 8 રૂમ સીલ કર્યા.
04-હોટલ હેપ્પી સ્ટે, બીજો માળ, સફલ સ્ક્વેર વેસુ, સુરતમાં 7 રૂમ સીલ કર્યા.
05-સફળ રૂમ, એસ-1 થી એસ-4, ચોથો માળ, સફલ સ્ક્વેર વેસુ, સુરતમાં 8 રૂમ સીલ કર્યા.
06-હેરિટેજ રૂમ્સ, શોપ નં.-8, ચોથો માળ, સફલ સ્ક્વેર વેસુ, સુરતમાં 3 રૂમ સીલ કર્યા.
કોને નોટીસ આપી અને કોને ઈન્સ્પેકશન કરાયું
1. ઉધના ઝોન-એ
ઇન્સ્પેકશન-01, નોટીસ-01
2. કતારગામ ઝોન
ઇન્સ્પેકશન-04, નોટીસ-04
3. સેન્ટ્રલ ઝોન
ઇન્સ્પેક્શન-14, નોટીસ-14
4. રાંદેર ઝોન
ઇન્સ્પેકશન-5, નોટીસ-04