– 3 ક્વોરી લિઝના બ્લાસ્ટિંગને લઈ નોટિસ પાઠવાઇ
– આઇએસઆર ઇન્વેસ્ટીગેશન સર્વે તેમજ સિરામીક સાધનો ઇન્સ્ટોલ કરી મોનિટરિંગની કાર્યવાહી ન થાય ત્યાં સુધી બ્લાસ્ટ અટકાવાયા
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા પંથકમાં ખેડૂતોના જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-૧ની સામે ૩ ક્વોરી લિઝો (ભરડીયા) ૨૪ કલાક ધમધમતા હોય પથરો બહાર કાઢવા માટે મોટા બ્લાસ્ટિંગ કરી પથરો બહાર કાઢવામાં આવતા હતા પરંતુ ડેમ નજીક હોવાને કારણે તેની અસર ઘાતવરડી ડેમ ઉપર થતી હોવાની ફરિયાદો ઉઠી હતી જેમા ભાક્ષી, વાવેરા, મોટા આગરીયા, ધારેશ્વર સહિત ગ્રામ પંચાયત અને સરપંચો ખેડૂતો સહિત સાથે મળી લેખિત મૌખિત રજૂઆતો બાદ તંત્રના બહેરા કાને વાત પહોંચાડવા ખેડૂતો કલેકટર કચેરી ખાણ ખનીજ વિભાગમાં પહોંચી ઉગ્ર સુત્રોચાર સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજુલા સિંચાઇ વિભાગના અધિકારી સાથે પાણી બાબતે ખેડૂતની બેઠક મળતા ખેડૂતોએ વિરોધ કરતા પાણી સિમિતી દ્વારા બ્લાસ્ટિંગ અટકાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો ત્યારબાદ ફરી ખેડૂતો દ્વારા આવતા દિવસોમાં કલેકટર કચેરીમાં ધરણાં ઉપર બેસવા માટેની ચીમકી ઉચ્ચારવામા આવતા જિલ્લા કલેકટરે ગંભીરતા દાખવી ખાણ ખનીજ અધિકારીને કડક સૂચના આપ્યા બાદ ખાણ ખનીજ વિભાગની ટીમ હરકતમાં આવી હતી.