– હાઈવે પર ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા
– ખખડધજ હાલતના રોડ પરથી પસાર થનાર વાહનોને થઈ રહેલુ નુકશાન
જેસર : જેસરથી ડેમ ચોકડી સુધી જવામાં ખરાબ રસ્તાના કારણે અત્યારે બે કલાકનો સમયગાળો વીતી જાય છે. તેમજ યાત્રાધામ પાલિતાણાથી સુધીનું ફકત ૪૦ કિલોમીટરનું અંતર હોવા છતા નીયત સમય કરતા વધુ સમય થતો હોવાથી વાહનચાલકો અને ખાસ કરીને મુસાફરોને પારાવાર હાલાકી વેઠવી પડે છે. આ તદ્રન બિસ્માર હાલતના રોડ પર સામાન્ય ટુવ્હીલધારકો પણ ૨૦ થી વધારે સ્પીડમાં વાહનો ચલાવી શકતા નથી.