રાજકોટના ઓઈલના વેપારી સાથે
ઓઈલની ખરીદી કર્યા બાદ પેમેન્ટ બાબતે ખોટા વાયદા આપતાં વેપારીએ ફરીયાદ નોંધાવી
રાજકોટ: પેલેસ રોડ પરનાં વર્ધમાનનગરમાં રહેતા અને નવાગામમાં રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં પોસ પેટ્રોલ્યુબ્સ નામની ભાગીદારી પેઢીમાં ઓઈલનું હોલસેલ વેંચાણ કરતાં હિરેન રામજીભાઈ પટેલ (ઉ.વ.૩૨) પાસેથી ઓઈલની ખરીદી કરી નાગપુરનાં ભાઉરાવ ગાવંડે, તેનાં પુત્ર સ્પર્શ અને ગાંધીધામનાં ચિરાગ હર્ષદભાઈ શાહે રૂા ૨૨લાખની છેતરપીંડી કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.