Fake Doctors In Gujarat: ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી સહિત નકલીની બોલબાલા વચ્ચે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં નકલી ડૉક્ટરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નકલી ડૉક્ટરો ડિગ્રી કે લાયકાત વિના દર્દીની સારવાર કરી તેનો જીવ જોખમમાં મુકે છે. બીમાર વ્યક્તિ પુરી શ્રદ્ધા સાથે ડૉક્ટર પાસે જતો હોય છે પરંતુ જ્યારે તેની સારવાર કરનાર ડૉક્ટર નકલી છે એવી ખબર પડે તો તેના માથે જાણે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાય છે. નકલી ડૉક્ટરોની બોલબાલા વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં નવ જેટલા નકલી ડૉક્ટરો ઝડપાયા છે.
મોરબીના અલગ અલગ વિસ્તારોમાંથી નકલી ડૉક્ટરો પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.