– અઠવાડિયામાં બે દિવસ ટ્રેન ચલાવવાની મંજૂરી અપાતા
– બન્ને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ ઉભી રહેશે
ભાવનગર : યાત્રિયોની સુવિધા માટે રેલવે બોર્ડે હવે ભાવનગર ટમનસથી હરિદ્વાર સુધી ચાલતી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને અઠવાડિયામાં બે દિવસ (સોમવાર અને ગુરુવાર) પૂર્વ નિર્ધારિત સમય મુજબ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
ભાવનગરના ડીઆરએમ રવીશ કુમારના દિશા નિર્દેશ હેઠળ આ ટ્રેન દર ગુરુવારે ભાવનગર ટમનસ સ્ટેશનથી ચાલશે. ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં ટ્રેનનો શુભારંભ થશે.