ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં નાગરિકોને
ગાંધીનગર એલસીબીએ દંતાલીમાં દરોડો પાડીને કોલ સેન્ટર ચલાવતા
૨૪ને ઝડપી લીધા :૨૭.૮૧ કરોડની છેતરપિંડીનો ભેદ ખુલ્યો
ગાંધીનગર : હાલમાં સમગ્ર દેશમાં નાગરિકોને શેરબજારમાં રોકાણ કરવાની
લાલચો આપીને એક ટોળકી દ્વારા કરોડો રૃપિયા પડાવી લેવામાં આવતા હોય છે ત્યારે આવી
કોલ સેન્ટર ચલાવીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને ગાંધીનગર એલસીબી દ્વારા
દંતાલીમાં દરોડો પાડીને ઝડપી લેવામાં આવી છે જેમાં ૨૪ જેટલા આરોપીઓને ઝડપી લેવામાં
આવ્યા છે અને ૨૭.૮૧ કરોડ રૃપિયાની છેતરપિંડીનો હાલના તબક્કે ભેદ ખુલ્યો છે. જ્યારે
મુખ્ય પાંચ સૂત્રધારોની શોધખોળ શરૃ કરવામાં આવી છે.
સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે છેલ્લા થોડા સમયથી લોકોને
ફોન કરીને શેરબજારમાં રોકાણ કરી નફો કરવાની લાલચ આપીને છેતરપિંડીના કિસ્સા પણ વધ્યા
છે. આ સ્થિતિમાં મહેસાણા જિલ્લાના વડનગર વિસનગર ખેરાલુ તથા સતલાસણામાં આ પ્રકારની ફરિયાદો
વધી હતી અને તે માટે ગાંધીનગર રેન્જ આઈ.જી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન
ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ પોલીસ મથકમાં દાખલ થયેલી જાણવાજોગમા ૧૯
આરોપીઓ સામે ગુનો દાખલ કરીને પાંચની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે એસ.આઇ.ટી
ટીમમાં રહેલા અને ગાંધીનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી વાળાને બાતમી મળી હતી કે, દંતાલી ગામની સીમમાં
છેલ્લા એક અઠવાડિયાથી એક ટોળકી સક્રિય થઈ છે અને તે લોકોને ફોન કરીને શેરબજારમાં ટ્રેડિંગ
કરવાની લાલચ આપીને તેમની પાસેથી રૃપિયા ટ્રાન્સફર કરાવી કરોડો રૃપિયાની છેતરપિંડી કરી
રહી છે. જે માહિતીને પગલે પોલીસને અહીં દરોડો પાડતા મસ મોટું કોલ સેન્ટર મળી આવ્યું
હતું અને તેમાં કામ કરી રહેલા ૨૪ લોકોને ઝડપી લીધા હતા. આ ટોળકી દ્વારા ગુજરાત સહિત
દેશના અલગ અલગ રાજ્યોમાં નાગરિકોને ફોન કરીને શેરબજારમાં રોકાણની લાલચ આપવામાં આવી
હતી જે સંદર્ભ તપાસ કરતા તેમના દ્વારા અત્યાર સુધીમાં એકાઉન્ટ અને આંગડિયા મારફતે ૨૭.
૮૧ કરોડ રૃપિયાની માતબર રકમ મેળવી લેવામાં આવી છે. જોકે તપાસ દરમિયાન આ રકમ પણ વધવાની
પૂરેપૂરી શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આ સમગ્ર રેકેટ ચલાવતા પાંચ
મુખ્ય સૂત્રધારોની પણ પોલીસ દ્વારા શોધખોળ શરૃ કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધી
સાયબર ક્રાઈમ થયેલી કાર્યવાહી અંતર્ગત સૌથી મોટી ટોળકીનો પર્દાફાશ થયો છે.
લોકોને છેતરવા માટે વાત કરવાની ખાસ તાલીમ આપવામાં આવતી હતી
લોકોને શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરતી
આ ગેંગ દ્વારા યુવાનોને મોબાઈલ ઉપર વાત કરવાની ખાસ તાલીમ આપવામાં આવતી હતી. જેમાં
કહેવાતું હતું કે, નમસ્તે
સર આપ શેર માર્કેટ મે ટ્રેડીંગ કરના ચાહતે હો? હમ એન્જલ વન,
માર્કેટ પલ્સ શેર કંપની કે એડવાઇઝર (કમીશન એજન્ટ) હે, હમ આપ કો શેર
માર્કેટ મે પ્રોફીટ દિલા સકતે હે તેવી હિન્દીમાં વાત કરી લાલચ આપીને નક્કી કરેલ
બેન્ક એકાઉન્ટોમાં શેર બજારમાં ઇન્વેસ્ટના નામે લોકો પાસે રૃપિયા ટ્રાન્સફર કરાવી
તે રૃપિયા બેન્ક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં તથા સેલ્ફ ચેક તેમજ એ.ટી.એમ.થી
મેળવી લઇ છેતરપીંડી કરતા હતા.
લેપટોપ,મોબાઈલ,પેન ડ્રાઈવ સહિત
૧૫.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર એલસીબીએ દંતાલીમાં દરોડો પાડીને ૨૪ વ્યક્તિઓ
પાસેથી ૧૫. ૫૫ લાખ રૃપિયાનો મુદ્દા માલ જપ્ત કરી લીધો હતો જેમાં ૭૦ મોબાઈલ બે
લેપટોપ પેન ડ્રાઈવ બેકાર બે મોપેડ તેમજ હિસાબ માટેના ચોપડા અને અલગ અલગ મેલ આઈડી
ની વિગતો લખેલા કાગડો તેમજ ડેબિટ કાર્ડ પાનકાર્ડ અને સીમકાર્ડ પણ કબજે કરી લીધા
હતા.
કોલ સેન્ટરમાંથી પકડાયેલા ૨૪ આરોપીઓ
* સંગ્રામસિંહ
બળદેવજી ઠાકોર રહે.ટીંબાનો વાસ કડા દરવાજા વિસનગર
* જયેશજી
વજાજી ઠાકોર રહે.કડાદરવાજા વિસનગર
* અર્જુનજી
વજાજી ઠાકોર રહે. કડાદરવાજા વિસનગર
* આકાસજી
મુકેશજી ઠાકોર રહે.ગણેશપુરા બાલીસણા,
વિસનગર
* જયમીનજી
વિષ્ણુજી ઠાકોર રહે.વચલોવાસ,વિસનગર
કડાદરવાજા
* અનિલજી
દશરથજી ઠાકોર રહે. ગોઠવા,
કંકુપુરા,વિસનગર
* ગૌતમજી
છનાજી ઠાકોર રહે. ગણેશપુરા,
બાલીસણા, વિસનગર
* મુકેશજી
ચમનજી ઠાકોર રહે. ગોઠવા, લાલજીપુરા, વિસનગર
* ભાવેશજી
ઉદાજી ઠાકોર રહે. ગોઠવા, કંકુપુરા, વિસનગર
* રણજીતજી
જયંતિજી ઠાકોર રહે.ગોઠવા,
કંકુપુરા, વિસનગર
* અજીતજી
કાળુજી ઠાકોર રહે. ગોઠવા,
આથમણો વાસ, વિસનગર
* જીગરજી
અભાજી ઠાકોર રહે. ગણેશપુરા,
લાલીસણા, વિસનગર
* નિલેશજી
વિજયજી ઠાકોર રહે. ગોઠવા,
લાલજીપુરા, વિસનગર
* મેહુલજી
જેસંગજી ઠાકોર રહે.ગોઠવા,
કંકુપાર, વિસનગર
* લાલુસિંહ
કનુસિંહ ડાભી રહે. વાલાપુરા,
ડાભીવાસ, ઇડર
* પ્રકાશજી
મુકેશજી ઠાકોર રહે. ગણેશપુરા લાલીસણા,વિસનગર
* રાહુલજી
ભિખાજી ઠાકોર રહે. વચલોવાસ,
કડાદરવાજા,વિસનગર
* અજયજી બાબુજી
ઠાકોર રહે.વચલોવાસ, કડાદરવાજા,વિસનગર
* સિધ્ધરાજજી
વિજયજી ઠાકોર રહે.વચલોવાસ,કડાદરવાજા.વિસનગર
* જયકિશનજી
રમેશજી ઠાકોર રહે. ગોઠવા,
લાલજીપુરા, વિસનગર
* સહદેવજી
રમેશજી ઠાકોર રહે. ગણેશપુરા,
લાલીસણા, વિસનગર
* રાકેશજી
બુધાજી ઠાકોર રહે.ગણેશપુરા,
લાલીસણા, વિસનગર
* અનુરાગ
નિલેશભાઇ બારોટ રહે.પિઠીવાળો માઢ,
વડનગર
* રોહિતજી
જશાજી ઠાકોર રહે.ચલુવા ગામ આંબલીયાસણ,મહેસાણા
ફરાર થઈ ગયેલા પાંચ મુખ્ય સૂત્રધારો
(૧)
નરેશજી કનુજી ઠાકોર રહે, સબલપુર, વડનગર
(૨)
મૌલીકસિંહ માનસિંહ ચાવડા રહે,
નવા ગામ તા. તલોદ
(૩)
પ્રેર્યશ ઉર્ફે પી.પી. પ્રકાશભાઇ રાવળ
રહે. વડનગર
તા.વડનગર જી.મહેસાણા
(૪) મિત
પ્રકાશભાઇ રાવળ રહે. વડનગર,
તા.વડનગર જી.મહેસાણા
(૫)
નરેશજી કાન્તીજી ઠાકોર
રહે. વિસનગર
શહેર, ફતેહ
દરવાજા પાસે, તા.વિસનગર.