22 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
22 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતઅમદાવાદખ્યાતિકાંડનો આરોપી કાર્તિક પટેલ દારુ પીવાનો શોખીન! ઘરમાંથી મળી મોંઘીદાટ દારૂની બોટલો

ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક પટેલ દારુ પીવાનો શોખીન! ઘરમાંથી મળી મોંઘીદાટ દારૂની બોટલો


રાજ્યમાં ચર્ચિત ખ્યાંતિકાંડના આરોપી કાર્તિક પટેલની કરતૂતનો પર્દાફાશ થયો છે. કાર્તિક પટેલના ઘરેથી મોંઘીઘાટ દારૂની બોટલો મળી આવી છે. કાર્તિક પટેલના ઘરેથી દારૂની 2 બોટલ અને પોકર રમવાના સાધનો પણ મળી આવ્યા છે. ત્યારે હવે આ મુદ્દે પણ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાશે. 

10 દિવસ બાદ પણ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ફરાર

સમુદ્રમાંથી ડ્રગ્સ પકડી લાવનાર પોલીસ ખ્યાતિ હોસ્પિટલના આરોપીઓને પકડવામાં નિષ્ફળ સાબિત થઈ છે. સંદેશ ન્યુઝ ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલના નિવાસસ્થાને પહોંચ્યુ છે. ત્યારે જોવા મળી રહ્યું છે કે લોકોના હૃદય ચીરીને કાર્તિક પટેલે કરોડો રૂપિયાનો બંગલો બનાવ્યો છે. સિંધુભવન રોડ પર આવેલા અભિશ્રી રેસીડેન્સી 2ના બંગલો નંબર 4માં આ કૌભાંડી કાર્તિક પટેલ રહે છે. સિંધુભવન પર આવેલ કાર્તિક પટેલનો કરોડોનો લેવિશ બંગલો છે. આ સિવાય કાર્તિક પટેલે લોકોના લોહી ચૂસીને કરોડોની ગાડીઓ પણ ખરીદી છે. કાર્તિક પટેલના બંગલામાં મોંઘી દાટ ગાડીઓનો ખડકલો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે મની માફિયા કાર્તિક પટેલ 3 નવેમ્બરથી વિદેશમાં છે અને ખ્યાતિ કાંડ સામે આવ્યા બાદ 12 નવેમ્બરથી કાર્તિક પટેલની માતા પણ નિવાસસ્થાનેથી ગાયબ થઈ ચૂકી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ સર્જાયાના સપ્તાહ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, ત્યારે પોલીસની કાર્યવાહી પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

ખ્યાંતિકાંડને લઈ કાર્તિક પટેલ સામે વધુ 2 ફરિયાદ

તમને વધુમાં જણાવી દઈએ કે ખ્યાંતિકાંડને લઈ કાર્તિક પટેલ સામે વધુ 2 ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ચેરમેન કાર્તિક પટેલ સામે વધુ 2 ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાપુર પોલીસે કાર્તિક પટેલ સામે વધુ 2 ફરિયાદ નોંધી છે. દોઢ વર્ષ પહેલા હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત થયા હતા. હૃદયની સર્જરી બાદ 2 દર્દીઓના મોત થયા હતા. જેને લઈને કૌભાંડી કાર્તિક પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.

ખ્યાતીના કુખ્યાત આરોપી કાર્તિક પટેલનો વધુ એક કાંડ

લોકોના હૃદય ચીરનારો કાર્તિક શિક્ષણમાફિયા પણ નીકળ્યો છે. કોઈ ધંધો એવો ના મૂક્યો કે જેમાં કાર્તિકે પોતાની કળા ના બતાવી હોય. ગધેડા પર માલ લાવી બાંધકામ કરનારો કાર્તિક ખેલાડી નીકળ્યો છે. ખ્યાતિ હોસ્પિટલનો CEO અમૃત સ્કૂલનો પણ CEO હોવાનું ખુલ્યું છે. કાર્તિક પટેલ અમદાવાદની અમૃત સ્કૂલનો CEO છે. હોસ્પિટલમાં મોતકાંડની તપાસ કરનારું તંત્ર શિક્ષણક્ષેત્રે પણ મૌન છે, તે નવાઈ વાત છે. કાર્તિકે વ્હાઈટ કોલર એજ્યુકેશનના ધંધામાં કેટલા ખેલ કર્યા, આર્મિ કેન્ટોનમેન્ટની વચોવચ સ્કૂલના પરવાના કેવી રીતે લીધા? ઘરે જઈને તપાસ કરનારા અધિકારીઓ કાર્તિકની સ્કૂલોમાં ક્યારે જશે? અને હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે કાર્તિકે કેવા – કેવા ખેલ કર્યા હશે? તે પણ મોટા સવાલો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય