– yksLkk
Mk{Þ{kt Ëhuf ðkík{kt ykÃkýLku £kuz ÚkðkLkku W[kx hnu, Ãký õÞkhuf ¾hu¾h MkkËe
¼q÷ Ãký nkuE þfu Au
આવું તમારી સાથે પણ બની શકે છે – તમે અમસ્તા જ તમારા સ્માર્ટફોનમાં આવેલા
એસએમએસ પર નજર ફેરવી રહ્યા હો, ત્યાં એક મેસેજ તમારું ધ્યાન
ખેંચે. એ મેસેજમાં જણાવવામાં આવ્યું હોય કે તમારી કારના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી કોઈ
ચોક્કસ ટોલપ્લાઝા પર ટોલ ચૂકવવામાં આવ્યો છે. હકીકતમાં એ દિવસોમાં તમે ક્યાંય
મુસાફરી કરી જ ન હોય! આથી એ ટોલ પ્લાઝા પરથી તમારી કાર પસાર થઈ હોવાની કોઈ શક્યતા
ન હોય. ટોલની રકમ પ્રમાણમાં નજીવી હોય તેમ છતાં દેખીતી રીતે, આપણને કોઈ ફ્રોડ થયો હોવાની આશંકા જાગે – આજના સમયમાં તો ખાસ. આવું સામાન્ય
રીતે બનતું નથી, પરંતુ કેટલાક લોકોને આવા
મેસેજ આવતા હોય છે. એ પણ ખાસ ધ્યાન આપવા જેવું છે કે મેસેજ ખોટો હોતો નથી. તેમના
ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ખરેખર રકમ કપાઈ હોય છે.
આમ તો ફાસ્ટેગ વ્યવસ્થા એક પ્રકારે પ્રીપેઇડ એકાઉન્ટ જેવું કામ કરે છે જે મુજબ
આપણે પોતાના ફાસ્ટેગ એકાઉન્ટમાં નિશ્ચિત રકમનું બેલેન્સ જાળવી રાખીએ તો જ્યારે પણ
મુસાફરી કરીએ ત્યારે અને ટોલપ્લાઝા પરથી પસાર થઈએ ત્યારે આપણા ફાસ્ટેગ
એકાઉન્ટમાંથી રકમ આપોઆપ કપાય છે.
આપણે ઇચ્છીએ તો પોતાના બેંક એકાઉન્ટ અને ફાસ્ટેગ એકાઉન્ટને લિંક કરીને ફાસ્ટેગ
એકાઉન્ટમાં અમુક રકમ કરતાં ઓછું બેલેન્સ થાય તો આપોઆપ બેંક એકાઉન્ટમાંથી નિશ્ચિત
રકમ ફાસ્ટેગ એકાઉન્ટમાં જમા થઈ જાય એવું સેટિંગ કરી શકાય છે. તેમ છતાં ફાસ્ટેગ અને
બેંક એકાઉન્ટ તદ્દન અલગ રહે છે. આથી, આપણે મુસાફરી કરી ન હોય તો પણ
ફાસ્ટેગ એકાઉન્ટમાંથી રકમ કપાય તો આપણાં બેંક એકાઉન્ટમાંની રકમમાં પણ ફ્રોડ થઈ શકે
છે એવી ચિંતા રાખવાની ખાસ જરૂર નથી.
મોટા ભાગના કિસ્સામાં, આપણા ફાસ્ટેગ પ્રોવાઇડરને કે
નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હેલ્પલાઇન નંબર પર ૧૦૩૩ જાણ કરવામાં આવે કે
આપણે કોઈ મુસાફરી કરી ન હોવા છતાં ફાસ્ટેગમાંથી રકમ કપાઈ છે તો આપણી રકમ પરત મળી
શકે છે.
મોટા ભાગે આવું થવાનું કારણ ફ્રોડ નહીં પરંતુ માનવીય ભૂલ હોય છે. ઘણી વાર
તમારો અનુભવ હશે કે આપણે ટોલટેક્સ પ્લાઝા પર કાર થોભાવીએ એ પછી ફાસ્ટેગનું કોઈ
કારણસર યોગ્ય રીતે સ્કેનિંગ ન થાય અને રકમ આપોઆપ કપાય નહીં. ઇન્ટિડયન હાઇવેઝ
મેનેજમેન્ટ કંપનીની વેબસાઇટ કહે છે કે જો ટોલપ્લાઝા પર સ્કેનિંગ મશીન કામ કરતું ન
હોય અને આપણી પાસે વેલિડ, પૂરતા બેલેન્સ સાથેનું
ફાસ્ટેગ હોય તો આપણને કોઈ ચાર્જ ચૂકવ્યા વિના ટોલપ્લાઝા પસાર કરવાની છૂટ મળી શકે
છે! જોકે મોટા ભાગે, આવી સ્થિતિમાં ટોલપ્લાઝા
ઓપરેટર મેન્યુઅલી આપણો વાહન નંબર એન્ટર કરીને ફાસ્ટેગ એકાઉન્ટમાંથી રકમ મેળવે છે.
આવી મેન્યુઅલ એન્ટ્રી કરવી પડે તો ઓપરેટર ભૂલ કરી બેસે એવી શક્યતા હોય છે. એ
કારણે એકાદ નંબર આઘોપાછો થતાં જે તે કારના ફાસ્ટેગ એકાઉન્ટને બદલે આપણી કારનું
ફાસ્ટેગ એકાઉન્ટ ઝપટે ચઢી જાય અને તેમાંથી રકમ કપાઈ જાય તેવું બની શકે છે.
આ જ કારણે આપણું ફાસ્ટેગ એકાઉન્ટ નિયમિત રીતે તપાસવું જરૂરી છે. તેમાં જરૂર
કરતાં વધુ બેલેન્સ ન રાખવું પણ હિતાવહ છે. ઉપરાંત તમને વધુ ચિંતા રહેતી હોય તો તે
ઓટો રિચાર્જ ન થાય એવું પણ કરી શકાય, જેથી ફાસ્ટેગ અને બેંક
એકાઉન્ટ વચ્ચે કનેક્શન રહે નહીં.
ÃkkuíkkLkwt
ðknLk xku÷Ã÷kÍk Ãkh nksh nkuÞ íÞkhu Mfu®Lkøk{kt ¼q÷ ÚkE þfu yÚkðk çkeò fkuELkwt
ðknLk ykÃkýwt økýkE òÞ yuðwt Ãký çkLke þfu…
ટેકનિકલ ખામી ફાસ્ટેગ સ્કેનિંગ અને કલેક્શનની સિસ્ટમમાં કંઈક ખામી સર્જાવાથી.
વાહનના ક્લાસિફિકેશનમાં ભૂલ ફાસ્ટેગ કલેક્શન નિશ્ચિત વાહન મુજબ થતું હોય છે, આવા ક્લાસિફિકેશનાં ભૂલથી
સ્કેનિંગમાં ભૂલ સ્કેનર મશીન આખરે મશીન છે, તેનાથી થતા વાહનના નંબરના સ્કેનિંગમાં ભૂલ
કરે તો એકને બદલે બીજા ફાસ્ટેગમાંથી રકમ કપાઈ શકે
મેન્યુઅલ એન્ટ્રીમાં ભૂલ સ્કેનર કામ ન કરે અને ઓપરેટર મેન્યુઅલ એન્ટ્રી કરે તો
તેમાં નંબર આઘોપાછો થઈ શકે.