Vadodara Education Committee : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા વડોદરા કોર્પોરેશન અંતર્ગત સમિતિની શાળાઓના પ્રાથમિક વિભાગના દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે 204 દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સાધનો આપવામાં આવ્યા હતા.
આમ તો 400 થી વધુ દિવ્યાંગ બાળકોને આ સાધનોનું વિતરણ કરવાનું હતું. જેમાંથી ગયા વર્ષે પણ બાળકોને આ સાધનો અપાયા હતા.