પીજીવીસીએલ દ્વારા 2 થી 7 ડિસેમ્બર દરમિયાન કોર્પોરેટ ડ્રાઈવ
ભાવનગર : ભાવનગર પીજીવીસીએલ દ્વારા ગત ૨ થી ૭ ડિસેમ્બર દરમિયાન વીજ ચેકિંગ માટે કોર્પોરેટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં રહેણાંકી, કોમર્શિયલ અને ખેતીવાડીના ૫૦૦થી વધારે વીજ કનેક્શનમાં રૃ.૨ કરોડથી વધારેની વીજ ચોરી ઝડપાઈ હતી. ભાવનગર શહેર અને જિલ્લાના જ્યોતિગ્રામ કનેક્શનોમાં ૪૦ ટકા લોસને રિકવર કરવા માટે વીજતંત્રની ૪૦ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.