Jaggery With Turmeric Benefits: આયુર્વેદમાં હળદર અને ગોળને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાવ્યા છે. આ બંને જ સામગ્રી આપણને કિચનમાં સરળતાથી મળી જાય છે અને તે બંને ઔષધીય ગુણોથી ભરપૂર છે. મોટા ભાગે ગોળને ખાંડનો હેલ્ધી વિકલ્પ માનવામાં આવે છે. બીજી તરફ હળદરમાં મુખ્ય તત્વ કરક્યૂમિન (Curcumin) હોય છે, જે એન્ટીઑકિસડન્ટ અને એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગૂણોથી ભરપૂર છે. ગોળમાં આયર્ન, પોટેશિયમ અને અન્ય મિનરલ્સ હોય છે. વડીલો પણ ગોળ અને હળદરને એકસાથે ખાવાના ફાયદાઓ વિશે જણાવતા હોય છે.