– ચીફ ઓફીસરને આવેદન સાથે તાળાબંધીની ચિમકી અપાઇ
– પાલિકાએ બનાવેલ બિલ્ડીંગો જર્જરિત બન્યા હોવા છતાં હજુ ઉભા છે : રોડ, પાણી, ગટરની વ્યવસ્થા પણ કાગળ ઉપર
મહુવા : મહુવા શહેરની જનતાને સરકારી કામ કરાવવું એટલે લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે. સામાન્ય જન્મ-મરણનો દાખલો કઢાવવા પણ દિવસો સુધી લાઇનો લાગેલી રહે છે. જે બિલ્ડીંગ પાલિકાએ બનાવ્યાને ૩૫-૪૦ વર્ષ થયા તે પણ હજુ જોખમી રીતે ઉભા છે. જ્યારે નળ-ગટર અને રોડ-રસ્તાના કામો પણ કાગળ પર થતા હોવાના આક્ષેપો સાથે આજે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી નિરાકરણ નહીં આવે તો તાળાબંધીની ચિમકી આપી હતી.