Do it for the future of children: બાળકોનું ભવિષ્ય મોટાભાગે તેમના બાળપણ પર આધાર હોય છે. કારણ કે, તેમની ઘણી આદતોનો પાયો બાળપણમાં જ નંખાઈ જાય છે અને આ આદતોને ઘડવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા માતાપિતા રહે છે. માતાપિતાની એ ફરજ અને જવાબદારી છે કે તેઓ તેમના બાળકોને સાચા- ખોટાનો ફરક સમજાવે. તમારા બાળકોને જરૂર હોય ત્યારે તેને સપોર્ટ કરો અને જ્યારે તેની ભૂલ હોય ત્યારે તેને રોકો. એટલે મુદ્દાની વાત એ છે કે, માતાપિતાને ખ્યાલ હોવો જોઈએ કે, બાળકોને ક્યારે પ્રેમ આપવો જોઈએ અને ક્યારે સપોર્ટ કરવો જોઈએ. આવો આજે અહીં અમે કેટલીક એવી આદતો વિશે વાત કરી રહ્યા છીએ જેમાં તમારે તમારા બાળકને બિલકુલ સપોર્ટ ન કરવો જોઈએ.