Image: Freepik
Cumin Water: આજના સમયમાં જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે તો મોટાભાગના લોકો પ્રાકૃતિક રીત અપનાવે છે. દરમિયાન ઘણા લોકો જીરાવાળું પાણી પીવાને એક શ્રેષ્ઠ ઉપાય માને છે કેમ કે તેમણે પણ ક્યાંકથી સાંભળ્યું હશે કે જીરાવાળું પાણી પીવાથી વજન ઘટે છે પરંતુ તમે વિચાર્યું છે કે શું હકીકતમાં આવું થઈ શકે છે? તેનું કારણ શું છે અને આ કેવી રીતે કામ કરે છે.
વિજ્ઞાન અનુસાર જીરામાં થાઇમોક્વિનોન નામનું એક એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે. આ એક પ્રાકૃતિક કેમિકલ છે જેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટીઇન્ફ્લામેટ્રી ગુણ હોય છે.