26.3 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 8, 2025
26.3 C
Surat
મંગળવાર, જુલાઇ 8, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યWorld Yoga Day 2025: યોગ કરતા સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?

World Yoga Day 2025: યોગ કરતા સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી?


રોજિંદા જીવનમાં જો તમે ફક્ત અડધો કલાક કે પછી 40 મિનિટ યોગ કરો તો તમારું વજન કંટ્રોલમાં રહે છે અને મસલ્સ અને હાડકામાં થતા દુખાવાથી છૂટકારો મળે છે. તે સિવાય શરીરના અંદરના અંગમાં થવાવાળી બીમારીઓથી યોગ બચાવે છે. યોગ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને સ્ટ્રેસમાંથી પણ રાહત મળે છે. એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે યોગ તન સાથે મનને પણ સ્વસ્થ રાખે છે.

નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોને થોડો સમય કાઢીને યોગ કરવા જોઈએ. શરૂઆતમાં યોગ કરવામાં થોડી કાળજી રાખવી જરૂરી છે. જેને યોગ વિશે સમજણ નથી જો તે યોગ કરવાનું ચાલું કરે છે તો તેમને આ ભૂલો ના કરવી જોઈએ, જાણો યોગ કરતી સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

શરીર પર વધારે પ્રેશર ના આપવું

યોગાસન કરતી સમયે શરીર પર વધારે ધ્યાન આપવું. શરીરના મસલ્સ ફ્લેક્સિબલ હોતા નથી. એટલા માટે જ ધીરે ધીરે યોગા કરવા જોઈએ. ઘણા બધા લોકો શરૂઆતમાં એવા ભારે યોગા કરવા લાગે છે જેનાથી શરીર પર વધારે પ્રેશર આપવું પડે છે અને તેનાથી માંસપેશીઓમાં ખેંચાણ વધે છે. તેમજ આવી રીતે યોગા કરવાથી શરીર પર સોજો પણ આવી શકે છે અને શરીરને દુખાવો પણ થઈ શકે છે.

વોર્મ-અપ કરવાની ભૂલ

વર્કઆઉટ પહેલા લોકો વોર્મ-અપ કરે છે, પરંતુ યોગમાં આને સ્કિપ કરી દેવામાં આવે છે. પરંતુ આ ભૂલ ના કરવી જોઈએ. યોગ કરતી વખતે શરીર અલગ-અલગ અવસ્થામાં હોય છે જો તમે વોર્મ-અપ નહી કરો તો મસલ્સને તકલીફ થઈ શકે છે.

પ્રાણાયામ સરખી રીતે ના કરવા

અનુલોમ-વિમોલ એ સામાન્ય ટેકનિક આધારિત પ્રાણાયામ છે, પરંતુ ઘણા પ્રાણાયામ જો સરખી રીતે કરવામાં ના આવે તો શરીરને નુકસાન કરી શકે છે. ઘણા લોકો પ્રાણાયામ ઓનલાઈન જોઈને કરવાનું શરૂ કરૂ દેતા હોય છે પણ આવું ના કરવું જોઈએ. જો તમે પ્રાણાયામ કરવા માગો છો તમારે થોડા દિવસ સુધી એક્સપર્ટની અન્ડર તમારે પ્રાણાયામ કરવું જોઈએ.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય