32 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
32 C
Surat
શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતDhari મામલતદારની રેતી ચોરો સામે લાલ આંખ, 60 લાખનો મુદ્દામાલ કર્યો સીઝ

Dhari મામલતદારની રેતી ચોરો સામે લાલ આંખ, 60 લાખનો મુદ્દામાલ કર્યો સીઝ


અમરેલીના ધારીમાં રેતી ચોરો સામે મામલતદારે લાલ આંખ કરી છે અને કાર્યવાહી કરતા રોયલ્ટી વગર રેતી લઈ જતા ટ્રેક્ટર જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ ત્રણ અલગ અલગ જગ્યાએ મામલતદારે રેડ પાડી હતી અને મુદ્દામાલ સીઝ કરી દીધો છે.

ધારીના હિમખીમડીપરા ખાતેથી 1 ડમ્પર ઝડપાયું

ધારીના ડાંગાવદર ગામે રેડ પાડીને મામલતદારે રેતી ચોરોના 3 ટ્રેકટરો ઝડપી પાડયા છે અને આ સાથે જ ધારીના હિમખીમડીપરા ખાતેથી પણ 1 ડમ્પર ઝડપાયું છે. આ સિવાય કમી કેરાળા ગામેથી પણ રેતી ભરેલું 1 ટ્રેકટર પકડાયું છે અને કૂલ મળીને મામલતદારે 5 ટ્રેકટર સાથે 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે.

ગઈકાલે પણ 3 ટ્રેક્ટર મામલતદારની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા

15 ઓક્ટોબરે પણ અમરેલીના ખાંભાના કંટાળા ગામ પાસેથી મામલતદારની ટીમ દ્વારા રોયલ્ટી વગર પથ્થર ભરેલા ત્રણ ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા હતા અને કુલ 10,80,000નો જથ્થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉના તાલુકાના ખડા ગામેથી પથ્થર (બેલા) રોયલ્ટી વગર ટ્રેક્ટરમાં ભરી વેચાણ અર્થ લઈ જવામાં આવતા હતા અને તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યા હતા. ખાંભા મામલતદાર દ્વારા ત્રણ ટ્રેક્ટર સીઝ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી અને ખાંભા મામલતદાર દ્વારા ધોરણ સરની કાર્યવાહી કરવા માટે ખાણ ખનીજ અમરેલી વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.

અમરેલીના બગસરામાં PGVCLએ 20 લાખની વીજ ચોરી ઝડપી હતી

થોડા દિવસ અગાઉ જ અમરેલીના બગસરામાં PGVCL દ્વારા 20 લાખની વીજ ચોરી પકડવામાં આવી હતી. બગસરામાં વહેલી સવારથી GVUNLની 7 ટીમો બનાવી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને બગસરાના અલગ અલગ વિસ્તારોમાં રહેણાંક વિસ્તારો તેમજ દુકાનોમાં વ્યાપક ચેકિંગ કર્યું હતું. જેમાં ગેરકાયદેસર પોલમાંથી કનેક્શન લઈ અને કરેલી પાવર ચોરી તેમજ મીટરમાં છેડછાડ કરેલી તમામ ગેર કાયદેસરની ચોરીને પકડી હતી. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય