image : File photo
Vadodara Corporation Demolition : વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારો સહિત ઠેર ઠેરથી કાચા પાકા અને હંગામી દબાણો હટાવવાની કાર્યવાહી છેલ્લા દસ દિવસથી ચાલે છે પરંતુ આ તમામ કામગીરી બીજા દિવસથી ફારસ રૂપ બની જાય છે. પશ્ચિમ વિસ્તારમાં દાંડિયા બજાર અકોટા બ્રિજ ઉતરતા જ સંવેદનશીલ વિસ્તારમાં ફેબ્રીકેશન સહિત વેલ્ડીંગ માટેના ગેરકાયદે બનેલા અનેક શેડ પર પાલિકા તંત્રનું ફરી વળ્યું હતું. આ ઉપરાંત અનેક લારી, લોખંડના દસેક ગલ્લા તથા કાચા પાંચ પાકા શેડ દબાણ શાખાની ટીમ દ્વારા આજે તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે એકત્ર થયેલા ટોળાએ ભારે રકઝક સહિત તું તું મેં મેં કરતા બંદોબસ્ત માટે અકોટા પોલીસ સ્ટેશનના સ્ટાફે મામલો સંભાળી લીધો હતો. રોડ રસ્તાના બંને સાઈડના કાચા પાકા દબાણો દૂર કરીને શેડ સહિત પતરા તથા અન્ય માલ સામાન તથા લારી લોખંડના ગલ્લા કબજે લેવાયા હતા. ત્યારબાદ અકોટા ગામમાં ઠેક ઠેકાણે બનેલા ઓટલાના દબાણો સહિત અન્ય દબાણ ઉપર ફરી વળ્યું હતું. આ વિસ્તારમાંથી કુલ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે લેવાયો હતો.